સોના અને ચાંદી માંથી બનેલી બ્રહ્મોસ મિસાઈલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માંગ.
500 રૂપિયાથી લઈને 'નો લિમિટ' સુધીની રાખડીઓ ઉપલબ્ધ
Updated : July 28, 2025 06:29 pm IST
Jitendrasingh rajput
સુરતના બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઈલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માગ આસમાને પહોંચી છે. 'બ્રહ્મોસ રાખડી' તરીકે જાણીતી થયેલી આ રાખડીઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2500 રૂપિયા છે. જ્યારે, સોનાની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે, 5થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ સોનાની રાખડીઓની કિંમત 60,000થી 80,000 રૂપિયા છે.
ડી. ખુશાલદાસ જ્વેલર્સના દીપક ચોકસીએ આ પહેલ વિશે જણાવ્યું કે, 'આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર શૌર્યનું પ્રતીક હતું. ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઈલના સ્વરૂપને અમે ચાંદી અને સોનામાં બનાવીને રાખડી બનાવી છે. લોકો તેને ખૂબ સારી રીતે વખાણી રહ્યા છે અને રાખડી લેવા માટે પણ આવી રહ્યા છે.' તેમણે ઉમેર્યું કે, 'અમે હાલ સોના અને ચાંદીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને તેને બજેટમાં આવે તેવી રીતે રાખડી બનાવી છે.
જ્યારે બ્રહ્મોસ મિસાઈલની રાખડી બનાવવામાં આવે ત્યારે તે તિરંગામાં જ હોવી જોઈએ, આ હેતુથી અમે રાખડીની દોરી તિરંગા ડિઝાઈનમાં રાખી છે. દીપક ચોકસીએ વધુમાં જણાવ્યું કે, 'આ રાખડી અમે સિલ્વર અને હાલ સોનાના ભાવ વધતાં 9 કેરેટ ગોલ્ડમાં બનાવી છે, જેને લોકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. આ લાઇટવેટ અને ખૂબ જ એક્સપેન્સિવ લાગે તેવી રાખડી છે.' તેમણે ઉમેર્યું કે તેમના શોરૂમમાં 500 રૂપિયાથી લઈને 'નો લિમિટ' સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે, જેને રાખડી તરીકે પહેર્યા પછી પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકાય છે. 'બહેનનો જે રક્ષાનો પ્રતીક છે તે વર્ષોવર્ષ રહે તે માટે અમે પેન્ડન્ટની ડિઝાઈનમાં પણ રાખડીઓ બનાવીએ છીએ.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ

એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતી તાપી નદીનો આજે જન્મદિવસ

સુરત શહેર પોલીસ નું ટ્વીટર (X) એકાઉન્ટ થયું હેક : નામ બદલાયું, વિડીયો અપલોડ કરાયા.

સુરતમાં સોનાનાં નકલી ઘરેણાં પર હોલમાર્ક કરીને વેચતી ટોળકીને પોલીસે ઝડપી પાડી

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
