Thursday, January 15, 2026 2:39 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરાના મેકેનિકલ ઈજનેર વિશાલ કાંતિલાલ પટેલે નાળિયેરના કચરામાંથી બનાવ્યું ટકાઉ ઉત્પાદનનું સંસાધન

    Updated : December 25, 2025 01:36 pm IST

    Bhagesh pawar
    વડોદરાના મેકેનિકલ ઈજનેર વિશાલ કાંતિલાલ પટેલે નાળિયેરના કચરામાંથી બનાવ્યું ટકાઉ ઉત્પાદનનું સંસાધન

    વડોદરા આધારિત મિકેનિકલ એન્જિનિયર, વિશ્વલ કાંતિલાલ પટેલે ઇનોવેશન અને ટકાઉપણાનો પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું છે, નારીયેળમાંથી મળતા સુકા તથા લીલા કચરાને વિવિધ પર્યાવરણીય અનુકુળ ઉત્પાદનો જેને સામાન્ય રીતે કૃષિ કચરાના રૂપમાં ફેંકવામાં આવે તેને નવીન રીતથી ઉપયોગી વસ્તુઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જેમ કે નારિયેળની ફાઈબરની દોરીઓ, લટકતા ઝૂલા, શણગારક અને ઉપયોગી કુંડા, પર્યાવરણીય ફર્નિચર અને વિવિધ હસ્તકલા ઉત્પાદનો. આ ટકાઉ ઉત્પાદનો વડોદરા જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં તેની માંગ વધી રહી છે, જે રાષ્ટ્રીય સ્તરે "કચરાથી કંચન"ના સંદેશનો પ્રચાર કરે છે.



    ૩૩ વર્ષિય વિશાલ કાંતિલાલ પટેલે ૨૦૧૪માં વડોદરાના ખાનગી યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્જીનિયરીંગમાં બી.ઈ કર્યું હતું. તેમણે નવ મહિનાની ઇન્ટર્નશિપ પૂર્ણ કરી અને ૨૦૧૬માં આ વ્યવસાયની વિધિવત શરૂઆત કરી હતી. શરૂઆતથી લઇ છેલ્લા નવ વર્ષમાં તેને પોતાના વ્યાપારમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. નારીયેળનામૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવા સિવાય,નારિયેળના પાવડરનો અવશેષ જવાબદારીપૂર્વક ઉપયોગ કરીને શૂન્ય વેસ્ટેજને પણ સુનિશ્ચિત કરે છે. બાકીની બચેલા પાવડરને ટિશ્યુ કલ્ચર લેબોરેટરીઓ, કૃષિ સંશોધન સંસ્થાઓ અને જમીન પુનઃપ્રાપ્તિ અને મૃદા સમૃદ્ધિ માટે પૂરી પાડવામાં આવે છે, જે વૈજ્ઞાનિક સંશોધન અને પર્યાવરણ સંરક્ષણ બંનેને સપોર્ટ કરે છે.



    પાંચ સભ્યોની ટીમ સાથે શરૂ કરીને, મેં આ કંપનીની સ્થાપના કરી હતી. મેં મંદિરોમાંથી મોટા પાયે નિકળતા નાળિયેરના કચરાને જોયું અને તેના માટે કંઈક કરવાનો વિચાર કર્યો. અને નાળિયેરના —સૂકા અને ભીના બંને પ્રકારના કચરા ઉપર કામ કરીએ છે. પહેલા, મેં મશીન સ્વયં ડિઝાઇન કરી અને મંદિરોથી, રસ્તાના વેપારીઓ, અને ફૂડ કંપનીઓમાંથી મળતા નાળિયેરના કચરા એકત્ર કરવા શરૂ કર્યા, તેને ટકાઉ ઉત્પાદનો જેમ કે કાથી ફાઇબર, કોકો પીટ, કાથીના વાસણ, coins (used for seeding, gifting, and stopping oil spills) અને ઘર સજાવટની અને અન્ય ઉપયોગી ચિજ વસ્તુઓ તૈયાર કરવામાં આવી.



    વિશાલ પટેલે કહ્યું, "અમે તમામ ભારતમાં પ્રોડક્ટ પહોંચાડીએ છીએ અને વાર્ષિક અંદાજે ૩૦ થી ૪૦ લાખની વાર્ષિક આવક મેળવીએ છીએ. અમે મશીનોનું વેચાણ પણ કરીએ છે અમે સુરત, આનંદ, રાજકોટ, ભવનગર જેવા શહેરો અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં મશીનો પુરા પાડ્યા છે. અમે COIR બોર્ડ MSME સાથે નોંધાયેલા છીએ, અને અમારા પ્રોડક્ટ્સ હોર્ટિકલ્ચર, ટિશ્યૂ કલ્ચર, લેન્ડસ્કેપર્સ, આર્કિટેક્ટ્સ, નર્સરીઝ અને સરકારી પ્રોજેક્ટ્સમાં ઉપયોગ થાય છે. અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં માટી ક્ષય રોકવા માટે કાથી ફાઇબરને પહોંચાડવામાં કામ કર્યું છે."

    આ પહેલ દ્વારા, વિશાલ પટેલ અન્ય યુવાનો માટે રોજગારીના અવસરો ઊભા કરવાની સાથે સાથે ટકાઉ વિકાસ, પર્યાવરણ આધારિત અર્થતંત્ર અને પર્યાવરણના જાગૃતિસભર જીવનશૈલીમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેમની યાત્રા સાબિત કરે છે કે નવીનતા, જ્યારે પર્યાવરણની જવાબદારી સાથે જોડાય છે, ત્યારે તે સમાજ અને પૃથ્વી માટે અસરકારક પરિવર્તન લાવી શકે છે. વિશાલ વડોદરા શહેરની નજીક સંકરડામાં એક યુનિટ ચલાવે છે અને ત્યાં ૧૬ લોકોની ટીમ છે, જેમાંથી સાત થી આઠ મહિલાઓ છે. "અમે મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ અને તેમને અહીં સ્થાયી રૂપે રોજગારી આપી રહ્યા છીએ. અમે આ વિષય બાબતે લોકોનું માર્ગદર્શનને આવકારીએ છીએ અને ભવિષ્યમાં વ્યવસાય વિસ્તરણ તથા સરકાર સાથે જોડાણનું આયોજન કરી રહ્યા છે. એમ વિશાલ પટેલએ વધુમાં જણાવ્યું હતું.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2026 Yug Abhiyaan Times. All Rights Reserved.