સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ
મહિલાનું ઘટના સ્થળે જ મોત, બંને બાળકો સારવાર હેઠળ
Updated : August 12, 2025 06:08 pm IST
Jitendrasingh rajput
સુરતમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર બે બાળકો સાથે માતા માલગાડી ટ્રેન આગળ સૂઈ ગઈ હતી. જોકે, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મંગળવારે 27 વર્ષીય મહિલા બે બાળકો 3 વર્ષીય પુત્ર અને 5 વર્ષીય પુત્રી સાથે બપોરે 12 વાગ્યે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2ની આગળ પહોંચી હતી. આ દરમિયાન એક માલગાડી પસાર થતા ટ્રેન આગળ મહિલા બાળકો સાથે સૂઈ ગઈ હતી. ટ્રેનની અડફેટે આવતા મહિલાના શરીરના બે ટુકડાં થઈ ગયાં હતાં. જ્યારે બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી. હાલ આ મહિલા કોણ છે તે અંગે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

સોના અને ચાંદી માંથી બનેલી બ્રહ્મોસ મિસાઈલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માંગ.

એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતી તાપી નદીનો આજે જન્મદિવસ

સુરત શહેર પોલીસ નું ટ્વીટર (X) એકાઉન્ટ થયું હેક : નામ બદલાયું, વિડીયો અપલોડ કરાયા.

સુરતમાં સોનાનાં નકલી ઘરેણાં પર હોલમાર્ક કરીને વેચતી ટોળકીને પોલીસે ઝડપી પાડી

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
