Monday, August 18, 2025 9:14 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતી તાપી નદીનો આજે જન્મદિવસ

    સ્મરણ માત્રથી તમામ પાપોનો નાશ થાય છે, સુરત સહિત દ.ગુજરાતના ખેડૂતોની જીવાદોરી છે.

    Updated : July 02, 2025 01:39 pm IST

    Bhagesh Pawar
    એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતી તાપી નદીનો આજે જન્મદિવસ

    સુરતમાં તાપીમાતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં અષાઢી સુદ સાતમે તાપી નદીનો જન્મ દિવસ આવે છે. સૂર્યપુત્રી તાપી માતાનો જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે. જેમાં ઉકાઇડેમ અને જહાંગીરપુરામાં જન્મદિવસની ઉજવણી કરાઈ છે. તાપીનું મહત્વ એનાથી આંકી શકાય કે તેના સ્મરણ માત્રથી તમામ પાપોનો નાશ થાય છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી, સરસ્વતિ નદીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે. સુરત શહેરનાં લોકો માટે જીવાદોરી સમાન તાપી માતાના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    તાપી મહાપુરાણ માહાત્મ્ય ગ્રંથ અનુસાર બ્રહ્માજીએ પૃથ્વી સર્જનની કથાના વર્ણન પ્રમાણે સૂર્યનારાયણની સ્તુતિ ઉપાસના કરી, પરંતુ તેનો અત્યંત તેજોમય પ્રકાશ જીવોથી સહન ન થયો અને આખરે ભગવાન સૂર્યનારાયણની સહાનુભૂતિના કારણે જમણી આંખમાંથી આંસુ સરી પડયા, જે તાપી નદી બનીને વહેવા લાગ્યા. મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બૈનુલના મુલતાઇ ગામમાં તળાવ પાસે અષાઢ સુદ સાતમને દિવસે તાપી નદીનું પ્રાગટય થયું હતું.

    તાપી નદી મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઇ ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી પસાર થઇ સુરત શહેર નજીક મહાપુરૂષ દુર્વાશા ઋષિની તપોભૂમિ ડુમસ પાસે અરબી સમુદ્રને મળે છે. અનેક પુરાણ ગ્રંથોમાં તાપી નદીનો સૂર્યપુત્રી તરીકે ઉલ્લેખ થયો છે. ગંગા, નર્મદા, સરયુ અને સાબરમતી નદીઓનું અસ્તિત્વ ન હતું ત્યારે સૂર્યપુત્રી તાપી નદીનું પ્રાગટય થયું હતું.

    16મી અને 17મી સદીમાં સુરત એક આંતરરાષ્ટ્રિય બંદર હતું અને તેમાં મોટા વેપાર થતા હતા. તાપી નદીના સુરતના બંદરે યુરોપ, આફ્રિકા, ઇરાન તેમજ એશિયાના વિવિધ બંદરો સાથે જળ માર્ગે જોડાયેલું હતું. એ સમયે તાપી નદીમાં 1500 ટન સુધીની ભારક્ષમતાવાળા વહાણો આવતા હતા. જેના દ્વારા તાપી નદીની ઊંડાઇ અને વિશાળતાનો ખ્યાલ આવે છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતી તાપી નદીનો આજે જન્મદિવસ | Yug Abhiyaan Times