Saturday, August 2, 2025 8:05 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,

    પરિવારજનોએ પોલીસે માર માર્યો હોવાના કર્યા ગંભીર આક્ષેપ

    Updated : July 26, 2025 03:46 pm IST

    Sushil pardeshi
    અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,


    વિરલ ગોહિલ, ભરૂચ


    અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે થોડા દિવસ પહેલાં ચોરીના ગુનામાં ચાર શખ્સોની અટકાયત કરી હતી. જેમાથી એક આરોપી જશવિંદરસિંહ સિક્લીગર (વય અંદાજે 35) નું મોડી રાત્રે સારવાર દરમ્યાન અવસાન થયું હોવાનું સામે આવ્યું છે.


    પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓને BNS કલમ 305(A), 331(3), 331(4), 112(2), અને 3(5) હેઠળ કાયદેસરની કાર્યવાહી બાદ 23 જુલાઈ, 2025ના રોજ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અંકલેશ્વર સબજેલમાં મોકલવામાં આવ્યા હતા. 24 જુલાઈના રોજ વધુ પૂછપરછ માટે તેમને ફરીથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જેલમાં પરત મોકલાયા હતા. 25 જુલાઈના રોજ જશવિંદરસિંહે છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી. જેના પગલે તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તબીબોએ તબીયત ગંભીર જણાઈ આવતા વધુ સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું અવસાન થયું હતું.


    મૃતક :- જશવિંદરસિંહ સિક્લીગર

     

    પોલીસ તપાસ દરમિયાન તેમની પર શારીરિક અત્યાચાર થયો હોવાના કારણે જ તેમને છાતીમાં દુખાવો થયો હતો અને અંતે તેમનું મૃત્યુ થયું હોવાનો જશવિંદરસિંહના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, એ-ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓએ જશવિંદરને માર માર્યો હતો.


    જશવિંદર સાથેના અન્ય ત્રણ આરોપીઓમાં મલકાંતસિંહ રાજુ સિક્લીગર, અમૃતસિંહ ઉર્ફે અન્નો સિક્લીગર, અને કરણસિંહ જશવીર સિંહ સિક્લીગરનો પણ સમાવેશ થાય છે.


    મૃતકના પરિવારજનોના આક્ષેપોને લઈને ઘટનામાં વધુ તપાસ માટે અધિકારીઓએ પગલાં શરૂ કર્યા છે. જેલ માં થયેલા મોતના કારણે સમગ્ર મામલે ન્યાયિક તપાસની શક્યતા પણ ઉછળતી જોવા મળી રહી છે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.