Saturday, August 2, 2025 3:33 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

    "ચૂઈ ગેંગ" ના સાત લોકો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

    Updated : July 23, 2025 05:53 pm IST

    Sushil pardeshi
    વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

    સમાજમાં ડરનો માહોલ પેદા કરી વર્ચસ્વ જમાવવા અને ગુન્હાખોરી કરી સમાજ માં દુષણ ફેલાવતા અસામાજીક તત્ત્વો સામે કડક કાર્યવાહી થાય તે માટે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર પોલીસે શહેરમાં માથું ઉંચકતી ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) હેઠળ કાર્યવાહી કરતા ગુન્હાખોરી કરતા અસામાજીક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.


    કૃણાલ કહાર


    પાર્થ બ્રહ્મભટ્ટ


    પ્રદીપ ઠક્કર



    રવિ માછી


    થોડા દિવસ અગાઉ વડોદરા આર્યુવેદીક ત્રણ રસ્તા પાસે કૃણાલ કહારની તકરાર થઇ હતી. જે મામલો પાણીગેટ પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ  કુણાલ કહાર અને તેનો ભાઈ સુરજ કહાર ઉર્ફે ચૂઈએ પાણીગેટ પોલીસ મથકમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં જ છુટા હાથની મારામારી કરી હતી. જે બાદ પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તમામ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


    અત્રે ઉલ્લેખનીય છે કે સૂરજ કહાર ઉર્ફે ચૂઈ અણી મંડળી વર્ચસ્વ જમાવાવ અવારનવાર ગુન્હાઓ આચરતા હોય તેની સામે ભૂતકાળમાં ખૂન , ખૂન ની કોશિશ, મારામારી, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુન્હાઓ નોંધાયા છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા અને શહેરમાં શાંતિનો ભંગ કરતા આ ચૂઈ ગેંગ" સામે વડોદરા પોલીસ એક્શનમાં આવી છે અને સૂરજ કહાર ઉર્ફે ચૂઈ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે સૂરજ કહાર ઉર્ફે ચૂઈ, કૃણાલ કહાર, પ્રદીપ ઠક્કર, દિપક કહાર, પાર્થ બ્રહ્મભટ્ટ અને રવિ માછી એમ છ ઈસમો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી ધરપકડ કરી છે. જયારે અરુણ જયેશ માછી ની ધરપકડ કરવાની બાકી છે. એમ વડોદરા પોલીસે "ચૂઈ ગેંગ" ના સાત લોકો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી કડક વલણ અપનાવ્યું છે. ચાલુ વર્ષમાં વડોદરા પોલીસે આ ગુજસીટોક હેઠળ ચોથો ગુન્હો દાખલ કરાતા ગુન્હેગારો માં ફફડાટ ફેલાયો છે.



    શું છે કાયદો GUJCTOC, કોની સામે ગુનો લાગી શકે.?


    ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GUJCOCA) એ એક વિવાદાસ્પદ આતંકવાદ વિરોધી કાયદો છે. આ કાયદામા જણાવાયું છે કે કાયદો અને વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા, અથવા રાજ્યની એકતા, અખંડિતતા અને સુરક્ષાને ખલેલ પહોંચાડવા અથવા જોખમમાં નાખવાના હેતુથી કરવામાં આવતું કોઈપણ કાર્ય ગેરકાયદેસર છે. લોકોના મનમાં આતંક ફેલાવવો પણ આતંકવાદની શ્રેણીમાં આવે છે. નવો કાયદો આતંકવાદ અને સંગઠિત ગુનાઓ જેમ કે કોન્ટ્રાક્ટ કિલિંગ, પોન્ઝી સ્કીમ્સ, માદક દ્રવ્યોનો વેપાર, ખંડણી રેકેટ, સાયબર ક્રાઇમ, જમીન પચાવી પાડવા અને માનવ તસ્કરીનો સામનો કરવા માટે ઘડવામાં આવ્યો છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.