Monday, August 18, 2025 9:14 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સુરત શહેર પોલીસ નું ટ્વીટર (X) એકાઉન્ટ થયું હેક : નામ બદલાયું, વિડીયો અપલોડ કરાયા.

    Updated : July 01, 2025 09:58 pm IST

    Bhagesh Pawar
    સુરત શહેર પોલીસ નું ટ્વીટર (X) એકાઉન્ટ થયું હેક : નામ બદલાયું, વિડીયો અપલોડ કરાયા.

    સુરત શહેર પોલીસ નું ઓફિશિયલ ટ્વીટર (X) એકાઉન્ટ હેક થયું હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ઈસમ દ્વારા ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. આ ઘટનામાં હેકર દ્વારા ટ્વીટર પ્લેટફોર્મ પર નામ પણ બદલી નાખવામાં આવ્યું છે તેમજ આપત્તિજનક વિડીયો પણ અપલોડ કરાયા છે. અકાઉન્ટ હેક થયા બાદ પેજ નું નામ "Surat Arena Police" થઈ ગયું છે. 


    મળી રહેલ પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા જ સુરત શહેર પોલીસ દ્વારા તાત્કાલિક આ એકાઉન્ટ પર કોઈપણ પ્રકાર ની પોસ્ટ મૂકવાનું બંધ કરી દીધેલ છે. સામાન્ય કિસ્સામાં નાગરિકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થતા હોય છે ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે. પરંતુ આ કિસ્સામાં સ્વયં સુરત શહેર પોલીસનું જ એકાઉન્ટ હેક થયેલ છે. ત્યારે તાત્કાલિક ધોરણે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


    પોલીસ દ્વારા હેકર્સની શોધખોળ શરૂ કરાય છે. આ ઘટના પાછળ કોણ છે અંગે સઘન તપાસ ચાલી રહી છે. સાયબર સેલ દ્વારા ટ્વીટર (એક્સ) એકાઉન્ટને પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    સુરત શહેર પોલીસ નું ટ્વીટર (X) એકાઉન્ટ થયું હેક : નામ બદલાયું, વિડીયો અપલોડ કરાયા. | Yug Abhiyaan Times