અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ, નદીમાં ફેંકાયો દારૂ નો જથ્થો, પોલીસ મૌન!
અકસ્માત, દારૂ અને નર્મદા નદી ત્રણેયે મળીને પોલીસને પ્રશ્નમાં મૂકી પુરાવો નદીમાં ગયો, પરંતુ જવાબદારી ક્યાં ગઈ..
Updated : September 17, 2025 06:57 pm IST
Bhagesh pawarવિરલ ગોહિલ, ભરૂચ.
કહેવત છે કે જેવું કરશો, તેવું ભરશો પરંતુ અહીં તો મામલો જરા ઉલટો નીકળ્યો. ભરૂચ ના નર્મદા મૈયા બ્રિજ પર એક મોપેડ ચાલક દારૂની ખેપ સાથે અકસ્માત કરી ગયો.અને નિર્દોષ વાહન ચાલકને ઘાયલ અકસ્માત માં ઘાયલ કરી પોતાની ટુ વ્હીલર હંકારી ભાગી ગયો પરંતુ દેશી દારૂનો જથ્થો ત્યાં જ છોડી ગયો. આ દરમિયાન 108 તાત્કાલિક પહોંચી અકસ્માતમાં ઘાયલની સારવાર હાથ ધરી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પરંતુ, ત્યાં બીજી ચોંકાવનારી ઘટના બની કોઈ અજાણી વ્યક્તિએ પોલીસની સામે જ ત્યાં પડેલો દેશી દારૂનો જથ્થો સીધો નર્મદા નદીમાં ફેંકી દીધો.પરિણામે દારૂનો પુરાવો જ પાણીમાં વહેતો થયો અને નદી પણ અપવિત્ર થઈ ગઈ.

હવે ભરૂચ ના નાગરિકો ના સવાલો ઉઠવા લાગ્યા છે કે આ મોપેડ ચાલક કોણ હતો? દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં પહોંચાડતો હતો? અને સૌથી મોટો સવાલ એ કે પોલીસની સામે જ દારૂનો પુરાવો નદીમાં ફેંકાયો તો તેનો જવાબદાર કોણ? વિડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા ગરમાઈ છે કે દારૂ તો ગયો પાણીમાં,પણ પોલીસની ઇમાનદારી ગઈ પ્રશ્નમાં! આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ વિષય ને લય નિષ્પક્ષ તપાસ થાય છે કે નહીં એ જોવું રહ્યું.
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે
આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત
સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો
સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા
હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી
સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

