Saturday, August 2, 2025 3:43 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર

    વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ પર, ભાવનગરમાં સૌથી વધુ 2308 લોકોનું સ્થળાંતર

    Updated : June 21, 2025 02:55 pm IST

    Bhagesh Pawar
    દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર

    રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ પ્રવેશી ગયું છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે.


    ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાનો સરેરાશ 13.98 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 20 ટકાથી વધુ પડ્યો છે. તથા કચ્છમાં 17.57 ટકા વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 8.16 ટકા વરસાદ છે. પૂર્વ મધ્ય ઝોનમાં 13.31 ટકા વરસાદ છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 11.99 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.


    વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો અને પારડી તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.


    રાજ્યમાં ડેમની સ્થિતિ જોવા જઇએ તો વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ પર છે. તથા 11 ડેમને એલર્ટ જાહેર કરાયા છે. તેમજ 9 ડેમને વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે. જેમાં 9 ડેમ 100 ટકા ભરાયેલા છે. તેમજ 25 ડેમ 70 ટકાથી વધુ ભરાયેલા તથા 22 ડેમ 50 ટકાથી 70 ટકા સુધી ભરાયા અને 56 ડેમ 25 ટકાથી 50 ટકા સુધી ભરાયા છે. જેમાં 94 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે તથા નર્મદા ડેમ 51 ટકાથી વધુ ભરાયો છે. તેમજ રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 2639 લોકોનું સ્થાળાંતર કરવાની ફરજ પડી છે. જેમાં ભાવનગરમાં સૌથી વધુ 2308 લોકોને સ્થાળાંતર કરવામાં આવ્યા છે.


    રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ દરમિયાન પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અન્ય 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ.

     

    22 જૂનની આગાહી

    આવતી કાલે 22 જૂનના રોજ રાજ્યના 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.


    23 જૂનની આગાહી
    23 જૂને સાબરકાંઠામાં ઑરેન્જ ઍલર્ટને પગલે અતિભારે વરસાદ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટને પગલે ભારે વરસાદની શક્યતા છે.


    24-25 જૂનની આગાહી
    રાજ્યમાં 24 જૂને નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને 25 જૂને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.


    22 તારીખથી બંગાળમાં સિસ્ટમમાં સક્રિય થતા ગુજરાતમા 24 થી 30 ગુજરાતમા વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર | Yug Abhiyaan Times