સત્તાધીશો નો ડર..? માસ્ક પહેરી ઓળખ છુપાવી વિરોધ કરતો યુવક..
Updated : August 07, 2025 01:42 pm IST
Sushil pardeshi
આજ રોજ વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં 10 માં આવતા વાસણા જકાત નાકા વિસ્તારમાં રસ્તા પર પડેલા ભુવા પાસે દેખાવો કરતો એક માસ્ક મેન એ આકર્ષણ જમાવ્યું હતું. મોઢા પર માસ્ક પહેરીને શહેરના રસ્તાઓ પર પડેલા ભુવા અને તેનાથી પડતી સ્થાનિકોને તકલીફને ઉજાગર કરવા આ યુવકે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
જયારે આ યુવક ને પૂછવામાં આવ્યું કે આ માસ્ક પહેરીને કેમ.? તો યુવક નો જવાબ ધ્યાન ખેંચી લે તેવો હતો. યુવકે જણાવ્યું કે અનેકો વાર રજુઆત કરવા છતાંય આ નેતાઓનું પેટ નું પાણીએ હાલતું નથી. અને જો ઉગ્ર વિરોધ કે જાહેરમાં વિરોધ કરીએ તો સત્તા નો દુરુપયોગ કરી પોલીસ પાછળ લગાવી દે છે. ત્યારે હવે જો આ કુમ્ભકર્ણ નિંદ્રા માણતા આ સત્તાધીશોથી બચવા અને લોકોમાં જાગૃતિ લાવવા તેણે માસ્ક પહેરી ને વિરોધ નોંધાવ્યો છે. તે યુવકને ડર છે કે જો તેની ઓળખ ઉજાગર થાય તો પોતાની ફરજમાં નિષ્ફળ ગયેલા આ નેતાઓ તેને હાનિ પહોંચાડી શકે છે. જેને લઇ તે યુવકે આ રીતે વિરોધ નોંધાવવા નો નવો કીમિયો અપનાવ્યો છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
