Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    છાણી ગામ સજ્જડ બંધ - સ્મશાનમાં કોન્ટ્રાક્ટ આપવાનો વિરોધ

    નિઃશુલ્ક સેવા આપતી સંસ્થાઓને હટાવી કોન્ટ્રાક્ટર આપી દેવાતા લોકોમાં રોષ

    Updated : August 03, 2025 02:36 pm IST

    Sushil pardeshi
    છાણી ગામ સજ્જડ બંધ - સ્મશાનમાં કોન્ટ્રાક્ટ આપવાનો વિરોધ


    નિઃશુલ્ક સેવા આપતી સંસ્થાઓને હટાવી કોન્ટ્રાક્ટર આપી દેવાતા લોકોમાં રોષ...
    વડોદરા મહાનગરપાલિકા સંચાલિત 31 સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ આપવાનો વિરોધ હવે જન જન સુધી પહોંચ્યો છે. તંત્ર દ્વારા સ્મશાનોમાં વર્ષો થી નિઃશુલ્ક સેવા આપતી સંસ્થાઓને હટાવી કોન્ટ્રાક્ટર આપી દેવાતા લોકોમાં રોષ છે. ત્યારે હવે શહેરના છેવાડે આવેલ છાણી ગામના રહીશોએ એક વાગ્યા સુધી બંધનું એલાન આપતા માહોલ ગરમાયો હતો. અને પેટ્રોલ પંપ સહિત તમામ દુકાનો એકમો બંધ પાળી ગામ આખું સ્વયંભૂ આ બંધમાં જોડાયો હતો. સાથે જ સ્મશાનમાં અપાયેલા કોન્ટ્રાક્ટ પાછા નહીં લેવાય તો ગાંધીચિંધીયા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી છે.



    મ્યુનિસિપલ કમિશનરને 5 હજાર સહી કરીને આપશે આવેદન...
    છાણી ગામના સ્મશાનમા વર્ષોથી છાણી ધર્માદા ટ્રસ્ટ દ્વારા સેવાઓ આપી રહી છે. અને એ પણ નિઃશુલ્ક..તેવામાં હવે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત 31 સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ આપી દેવાતા સ્થાનિક ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. જેને લઈને ગ્રામજનોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આંદોલનના ભાગરૂપે આજે ગ્રામજનો દ્વાર છાણી બંધ નું એલાન કરાયુ હતુ. અને પેટ્રોલ પંપ સહિત તમામ દુકાનો એકમો બંધ પાળી ગામ આખું સ્વયંભૂ આ બંધમાં જોડાયો હતો. આવતીકાલે ગ્રામજનો વડોદરા મહાનગર પાલિકાની કચેરીએ મ્યુન્સીપલ કમિશનરને 5 હજાર સહી કરેલું આવેદન પત્ર આપી આ કોન્ટ્રક્ટ રદ્દ કરી વર્ષોથી કાર્યરત છાણી ધર્માદા ટ્રસ્ટ ને જવાબદારી આપવા રજુઆત ક્રરાશે. અને તે બાદ પણ ન્યાય ન મળે તો આગામી બુધવારે આશ્ર્યજનક કાર્યક્રમ કરી આંદોલન ને આગળ ધપાવવાની રણનીતિ બનવાઈ છે.



    આંદોલન સમગ્ર શહેરમા ફેલાય તેવી શક્યતા...

    સ્મશાનના આ સળગતા મુદ્દે એક વાત ઉડીને આંખે વળગે એવી છે. આ ગામના તમામ એ તમામ લોકોએ રાજનીતિ અને પક્ષો છોડી, પોતાના અંગત રાજકીય લાભને નેવે મૂકી આ મુદ્દે તંત્ર સામે લડત આપવા એકજુટ થયા છે. આ આંદોલન કોઈ પણ પાર્ટીના નેતા વગર ફક્ત અને ફક્ત ગ્રામજનો એક જુટ થઇ તંત્ર સામે બાંયો ચઢાવી છે. ત્યારે હવે જો તંત્ર જાગે નહિ તો આવનારા સમયમાં શહેરના છેવાડે આવેલ છાણી ગામથી શરૂ થયેલ આ લોકજુવાળનો આંદોલન સમગ્ર શહેરમા ફેલાય તેવી શક્યતાને નકારી પણ શકાય એમ નથી...




    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.