Monday, August 18, 2025 9:08 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

    જેલ પરિસરમાં ખુશીનો માહોલ સર્જાયો

    Updated : August 14, 2025 11:14 am IST

    Sushil pardeshi
    આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

    શુશીલ પરદેશી, વડોદરા.

    રાજ્ય સરકાર દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૪૭૩ હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ માં લાંબા સમય થી સજા ભોગવી રહેલા કેટલાક કેદીઓને વહેલા જેલ મુક્ત કરવા આદેશ કરાયો હતો. જે આદેશ બાદ વડોદરા મધ્યસ્થ જેલના અધિકારીઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ગતરોજ તા.૧૩/૦૮/૨૦૨૫ ના રોજ આજીવન કેદની સજા ભોગવતા ૦૬ પુરુષ અને ૦૧ મહિલા સહિત કુલ૭ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવેલ હતા. વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી છેલ્લા બે વર્ષ માં આજીવન સજા હેઠળના કુલ=૧૦૬ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે.



    દરમ્યાન ઘણા લાંબા સમયથી જેલમાં સજા ભોગવતા કેદીઓ જેલ મુક્ત થતા જેલ પરિસરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જેલ મુક્ત થયેલા લોકો પોતાનું જીવન કુટુંબ પરિવાર સાથે વ્યતીત કરે અને સમાજ ઉપયોગી બની રહે, તે હેતુસર જેલ પ્રશાશન દ્વારા તમામને ફુલહાર અને શ્રીફળ આપી સન્માનીત કરી જેલ મુક્ત કરવામાં આવેલ હતા, સાથે જ શેષ જીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.


    જેલમાં આજીવન સજા ભોગવતા કેદીઓ ને ભૂલ સુધારી ફરી એકવાર જીવન જીવવા નો મોકો મળે તે માટે કલેક્ટરની અધ્ક્ષથ સ્થાને એક કમિટી બને છે. જે કીમીટીના સભ્યો દ્વારા જેલમાં લાંબા સમય થી સજા ભોગવતા કેદી ના ગુન્હાનો પ્રકાર અને જેલમાં વિતાવેલ સમય દરમ્યાન તેની વર્તણુકની સમીક્ષા કરાય છે. જેના આધારે આ કમિટી રાજ્ય સરકારને યોગ્યતા ધરાવતા કેદીઓને ફરી એક તક આપવા અર્થે વહેલી જેલ મુક્તિ માટેની ભલામણ કરે છે. જે બાદ રાજય સરકાર દ્દ્રારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૪૭૩ હેઠળ આવા કેદીઓને વહેલી જેલ મુક્તિ નો આદેશ કરે છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ | Yug Abhiyaan Times