અકસ્માત કે હત્યા..? રાવપુરા જાહેર માર્ગ પર યુવકનો મળ્યો લોહીથી લથપથ મૃતદેહ.
તરસાલી થી રાવપુરા કેવી રીતે કોની સાથે પહોંચ્યો..?
Updated : July 21, 2025 11:09 am IST
Sushil pardeshi
આજરોજ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના મુખ્ય માર્ગ પરથી લોહીમાં ખાદબદતો એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મોડી રાત્રે લગભગ ૩:૪૮ વાગે રાવપુરા પોલીસને કોટી ચાર રસ્તા પાસે રાવપુરા મ એક યુવકનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો. કોઈએ ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને જોતા પોલીસને જાણ કરી હતી.
હવે પોલીસે એડી દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવકનું નામ યસ ઠાકુર હોવાનું જાણવા મળ્યું છે. તેની ઉમર આશરે પચીસ વર્ષ છે. મૃતક યસ ઠાકુર મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની અને હાલ તરસાલી વિસ્તારમાં રહે છે. લારી પર મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે તેવામાં આ યુવક રાવપુરા કેમ આવ્યો હતો એ પણ એક તપાસનો વિષય છે.
પોલીસ તપાસમાં સ્થળ પરથી કોઈ પણ વાહન મળેલ નથી જેથી આ યુવક તરસાલી થી રાવપુરા કેવી રીતે કોની સાથે પહોંચ્યો તે દિશામાં પણ પોલીસ ઘનિષ્ઠ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરા પણ ચેક કરાવી રહ્યા છે. હાલ પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે આ યુવક હીટ એન્ડ રન કેસ નો શિકારથયો છે કે કોઈકે તેનું મર્ડર કર્યું છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
