Monday, August 18, 2025 9:10 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

    Updated : August 13, 2025 07:02 pm IST

    Sushil pardeshi
    સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

    નલસા વીર પરિવાર સહાયતા યોજના ૨૦૨૫ હેઠળ વડોદરામાં કાનૂની સેવા ક્લિનિકનો શુભારંભ


    આ ક્લિનિક નિ:શુલ્ક, સમયસર અને નિષ્ણાત કાનૂની સહાય પૂરી પાડતી સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે



    વડોદરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA), વડોદરા દ્વારા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય (DSWRO)ના સહયોગથી 'નલસા વીર પરિવાર સહાયતા યોજના ૨૦૨૫' હેઠળ સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પહેલનો અંતર્ગત ફરજ પરના અને ભૂતપૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારોને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં દરમ્યાન ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLA)ના પેટ્રન-ઈન-ચીફ, જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.




    આ કાનૂની સેવા ક્લિનિક, સશસ્ત્ર દળોના સભ્યો દ્વારા પેન્શન, સેવા સંબંધિત લાભો, જમીન વિવાદો અને અન્ય કલ્યાણકારી મુદ્દાઓમાં અનુભવાતા પ્રશ્નો ઉકેલવામાં મદદ કરશે. આ સાથે આ ક્લિનિક નિ:શુલ્ક, સમયસર અને નિષ્ણાત કાનૂની સહાય પૂરી પાડતી સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. આ ક્લિનિક દ્વારા શહીદ સૈનિકોની વિધવાઓ અને આશ્રિતોને તેમના કાયદેસરના લાભો મેળવવામાં મદદ પૂરી પાડશે. આ સાથે ફરજ પરના અને નિવૃત્ત સૈનિકોને સેવા સંબંધિત કાનૂની બાબતોના નિરાકરણમાં સહાય કરશે. વધુમાં સિવિલ વિવાદો, મિલકત સંબંધિત મુદ્દાઓ અને કલ્યાણકારી યોજનાઓને લગતી ફરિયાદોનું પ્રાધાન્યતાના આધારે નિવારણને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવશે.



    આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશશ્રી જસ્ટિસ એ. વાય. કાગજુ, અને રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાતના નિર્દેશક લેફ્ટનન્ટ કર્નલ કૃષ્ણદીપસિંહ જેઠવા, DLSA વડોદરાના સેક્રેટરી શ્રી વિશાલ ગઢવી અને DSWRO, વડોદરાના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ (ડો.) કમલપ્રીત સાગી સહિત અનેક મહાનુભાવો અને નિવૃત્ત સૈનિકો જોડાયા હતા.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.