Monday, August 18, 2025 9:02 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    મજાક પડી ભારે - મજાક મજાકમાં થયેલ ઝઘડામાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું....

    વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકો માં બંને આરોપીઓને ઝડપી પાડ્યા...

    Updated : July 21, 2025 07:11 pm IST

    Sushil pardeshi
    મજાક પડી ભારે - મજાક મજાકમાં થયેલ ઝઘડામાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું....


    આજરોજ તા.૨૧/૦૭/૨૦૨૫ ના રોજ વહેલી સવારના સમયે વડોદરા શહેર રાવપુરા રોડ ઉપર કલ્પના શો રૂમ પાસે એક અજાણ્યા યુવકની લાશ મળેલ હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે આસપાસના સી.સી.ટી.વી તેમજ હ્યુમન સોસીસ આધારે તપાસ કરતા ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આ યુવકને મોતને ઘાટ ઉતરનાર બે ઈસમો નામે ભીમબહાદુર ઉર્ફે ભીમ ઉર્ફે કાંચો ગોપાલબહાદુર સોની (નેપાળી)ઉ.વ.૨૭ રહે. તરસાલી ને ઝડપી પાડ્યો હતો. આ ઇસમની પ્રાથમીક પુછપરછ અનેતપાસ દરમ્યાન આ ઇસમ નામે ભીમબહાદુર ઉર્ફે ભીમ સોની તથા તેનો મિત્ર મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઇ માળી બંને મૃતક યશ ઠાકુરના મિત્ર જ હોવાનું ખુલ્યું હતું. તેઓ ત્રણે જ્યુપીટર પર મોડી રાતે સયાજી હોસ્પિટલ ચા પીવા ગયા હતા. જ્યાં ભીમ બહાદુર અને યશ ઠાકુર વચ્ચે મજાકમા બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે બાદ ત્રણેય ત્યાંથી પરત ઘર તરફ જવા નીકળ્યા હતા. દરમ્યાન રાવપુરા રોડ ઉપર કલ્પના શો રૂમ પાસેથી પસાર થતા ફરી ઝઘડો થતા ભીમબહાદુર એ યશ ઠાકુર ના ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા મારી મોતને ઘાટ ઉતારી ત્યાંથી પલાયન થઇ ગયા હતા.



    વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી બને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ અર્થે બને આરોપી રાવપુરા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે જ્યુપિટર કબજે લીધું છે. જયારે ગુન્હામાં વપરાયેલ હથિયારને કબ્જે લેવાની કાર્યવાહી હાથ ધરી છે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    મજાક પડી ભારે - મજાક મજાકમાં થયેલ ઝઘડામાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું.... | Yug Abhiyaan Times