Monday, August 18, 2025 9:02 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરા શહેરમાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ"ના હિસ્ટ્રીશીટર આઠ દિવસના રિમાન્ડ પર...

    Updated : July 24, 2025 04:58 pm IST

    Sushil pardeshi
    વડોદરા શહેરમાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ"ના હિસ્ટ્રીશીટર આઠ દિવસના રિમાન્ડ પર...

    વડોદરા શહેરમાં આતંક મચાવતી ચૂઈ ગેંગ ના સાત હિસ્ટ્રીશીટર સભ્યો સામે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગુજીસીટોક કાયદા અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે. જેમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ચૂઈ ગેંગના મુખ્ય સૂત્રધાર સુરજ કહાર ઉર્ફે ચૂઈ, રવિ માછી, પ્રદીપ ઠક્કર, દિપક કહાર અને પાર્થ બ્રહ્મભટ્ટની અટકાયત કરી હતી. જ્યારે કુણાલ કહાર હાલ જેલમાં જ છે. અને અરુણ માછી નામનો આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે.


    ત્યારે આજરોજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આરોપીઓ ની વધુ તપાસ કરવા અર્થે અટકાયત કરેલ પાંચ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને વધુ તપાસ કરવા માટે 30 દિવસની રિમાન્ડ અરજી મૂકી હતી. કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળી આરોપીઓના તારીખ 01/08/2025 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


    રિમાન્ડના વિવિધ મુદ્દા...


    મુદ્દો 1. આ ટોળકી દ્વારા જુદા જુદા શહેરોમાં ગુન્હા આચરવામા આવ્યા હોય જેથી તેમના સાગરીતોની શોધખોળ કરવા તેમજ પ્રોહિબીશનની પ્રવૃતિ અંગે રાજસ્થાનના બાંસવાડા અને શામળાજી બોર્ડર વિસ્તારમાં તપાસ કરવા માટે...


    મુદ્દો 2. આ ટોળકીનો વોન્ટેડ આરોપી અરુણ માછીને મધ્યપ્રદેશના મછલીયા ઘાટ વિસ્તારમાં હોવાની આશંકા મુદ્દો


    3. રાજ્યના અન્ય શહેરોમાં આ ટોળકી દ્વારા ગુન્હા આચરવામાં આવ્યા છે કે કેમ ? મુદ્દો


    4. ગેંગના મુખ્ય આરોપીને ગુન્હો આચરવા કોઈના દ્વારા દુષ્પ્રેરણા અથવા પીઠબળ પુરૂ પડાવામાં આવે છે કે કેમ.?


    મુદ્દો 5. ગુન્હાઓમાં વપરાયેલા હથિયારો શોધખોળ કરવા માટે


    મુદ્દો 6. પ્રોહિબિશનના ગુન્હાઓમાં સંડોવાયેલા અન્ય ઈસમોની તપાસ માટે


    મુદ્દો 7. ગેરકાયદેસર કૃત્ય કરી જંગમ અને સ્થાવર મિલકતો અંગે તપાસ કરવા માટે.


    અત્રે ઉલ્લેખનીય છે કે આ "ચુઇ ગેંગ" સંગઠીત ગુના આચરતી ટોળકીના સભ્યો પોતાના અંગત આર્થિક લાભ તથા સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરી સતત ગુનાહીત પ્રવૃતિમાં એકબીજા સાથે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે જોડાઇ ગુનાહિત પ્રવૃતી ચાલુ રાખેલ છે. સદર સંગઠીત ગુના આચરતી ટોળકીના સભ્યો વિરૂધ્ધમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૨૮-ગુના દાખલ થયેલ છે જે પૈકી ગુજસીટોક એકટની પરીભાષીત જોગવાઇમા સમાવિષ્ટ થતા ૬૪-ગુના ધ્યાને લીધેલ છે સદર ગુજસીટોક કાયદા અન્વયેના ગુનાની એફ.આઇ.આર.માં કાયદાની પરિભાષા મુજબ ધ્યાને લીધેલ ૬૪-ગુનાઓ સિવાય આ ટોળકીના સાગરીતો વિરૂધ્ધમા અન્ય ૬૪-ગુના દાખલ થયેલ છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.