22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી...
પાકિસ્તાન ગોળીબારમાં પોતાના માતા-પિતા ગુમાવ્યા હતા આ બાળકોએ...
Updated : July 29, 2025 12:34 pm IST
Sushil pardeshi
પાકિસ્તાન અને ભારત વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારે તણાવ ભરી સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ એવી બની ગઈ હતી કે, બંને બાજુથી એકબીજા પર મિસાઇલ છોડવામાં આવી રહી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે હાલ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મોટી પહેલ કરી છે, હકીકતમાં રાહુલ ગાંધી પાકિસ્તાન ગોળીબારમાં પોતાના માતા-પિતા ગુમાવ્યા હતા તેવા 22 બાળકોને દત્તક લેવા જઈ રહ્યા છે
શિક્ષણ માટેનો પહેલો હપ્તો જાહેર કરી દેવાયો
આ વિશે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ ચીફ તારિક હામિદ કર્રાએ કહ્યું કે, 'રાહુલ ગાંધી પૂંછના એ 22 બાળકોના શિક્ષણનો આખો ખર્ચ ઉઠાવશે જેણે પોતાના માતા-પિતા પાક. ગોળીબારમાં ગુમાવી દીધા છે. આ બાળકોના શિક્ષણ માટેનો પહેલો હપ્તો જાહેર કરી દેવાયો છે અને ગ્રેજ્યુએશન સુધી તેમની મદદ યથાવત્ રહેશે.' પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ગાંધીએ આ વર્ષે મે મહિનામાં પૂંછની મુલાકાત લીધી હતી, તેમણે ત્યાં પોતાના સ્થાનિક નેતાઓને પ્રભાવિત બાળકોની એક યાદી તૈયાર કરે તેવી અપીલ કરી હતી. ત્યારબાદ કાર્યકરો દ્વારા સરકારી રૅકોર્ડ ની ચકાસણી કરી સરવે કરી એક યાદી તૈયાર કરવામાં આવી, જે રાહુલ ગાંધીને સોંપાઈ હતી.
'સ્થિતિનો સામનો કરવાનો એક જ રસ્તો છે. હજુ વધારે અભ્યાસ કરો.' - રાહુલ ગાંધી
રાહુલ ગાંધી જ્યારે પૂંછ ગયા હતા, ત્યાં તેમણે ક્રાઇસ્ટ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી હતી, ત્યાં 12 વર્ષના ટ્વિન ઉર્બા ફાતિમા અને જૈન અલનું પાક. ગોળીબારમાં મૃત્યુ થયું હતું. ત્યાં પહોંચીને રાહુલ ગાંધીએ બાળકોને કહ્યું હતું કે, તમે પોતાના મિત્રોને ખૂબ યાદ કરતા હશો, તમને થોડો ડર પણ લાગતો હશે, પરંતુ ચિંતા ન કરો. બધું બરાબર થઈ જશે. આ સ્થિતિનો સામનો કરવાનો એક જ રસ્તો છે. હજુ વધારે અભ્યાસ કરો.'
મહત્ત્વનું છે કે, જ્યારે પાકિસ્તાને પોતાની તરફથી ગોળીબાર શરુ કર્યો હતો, ત્યારે સૌથી વધારે પ્રભાવિત પૂંછ વિસ્તાર જ હતો. અનેક બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા અને મોત પણ થયા હતા. જોકે, પાકિસ્તાનને આ ગોળીબારની ભારે કિંમત ચૂકવવી પડી હતી. ભારતીય સેનાએ ન ફક્ત પાડોશી દેશના એરબેઝ ઉડાડી દીધા હતા, પરંતુ તેના અનેક આતંકી ઠેકાણાને પણ સંપૂર્ણ રૂપે ધ્વસ્ત કરી દીધા હતા.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણનનાં નામની જાહેરાત

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

કાશ્મીરમાં ભારતીય સેનાનું ઓપરેશન મહાદેવ, ત્રણ આતંકવાદીઓ ઠાર

દેશની રક્ષા કરતા જવાનો માટે બહેનોએ મોકલી 65,000 રાખડી

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
