Updated : March 22, 2026 01:09 pm IST
Bhagesh Pawarઅમદાવાદ વડોદરા નેશનલ હાઈવે NH 48 ઉપર આવેલ વાસદ તેમજ ખેડા ટોલના લાયઝન મેનેજર તેમજ ટોલ મનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં કેટલીક ગાડીવાળા ટોલમાંથી પસાર થવા માટે જરૂરી પુરાવા ડુપ્લીકેટ બતાવવાનો પ્રયાસ કરે છે (પરંતુ ટોલમાં જે સરકારી હોદ્દેદારો અથવા સબંધિત વાહનોને મુક્તિ આપવામાં આવી છે તે પણ NHAI ના પરિપત્ર મુજબ આપવામાં આવી છે તે મુક્તિ પણ ફાસ્ટગ ના માધ્યમ થી જ ઉપલબ્ધ છે.)
ભારત સરકારની ટોલ વસૂલીમાં નુકસાન ન થાય તે હેતુથી જો ગાડી ચાલક ખોટા દસ્તાવેજ, જેવાં કે ગાડીની RC બુક, બીજી વ્યક્તિનું આધાર કાર્ડ અથવા કોઈ રહેઠાણ પ્રૂફ ટોલ પ્લાઝા પર રજૂ કરે છે અને તે ડોક્યુમેન્ટ ફરજી સાબિત થશે તો તુરંત તેની માહિતી પોલીસમાં આપી તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જુના રેકોર્ડ મુજબ ટોલને થયેલું નુકસાનની પણ ભરપાઈ/વસુલાત કરાવવામાં આવશે. (જે તે વાહનના વર્ગ વાર અને દર મુજબ ) , જેથી ભારત સરકાર ના રાજસ્વમાં નુકસાન થતું અટકાવી શકાય.
વધુમાં ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવ્યો છે કે, આગામી તારીખ 1 એપ્રિલ 2026 થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે જો તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય તો તમારી ગાડી માં FASTag થી અથવા UPI જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય કોઈ UPI એપ્લિકેશન થી જ પેમેન્ટ વસુલવામાં આવશે. ઉપરોક્ત બાબત ના અનુસંધાનમાં ટોલ પ્લાઝા અધિકારો દ્વારા પોલિસ સ્ટેશનમાં પત્ર પણ રજુ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?