FINAL DAY : ભારત VS ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ : કોણ મારશે બાજી..?
Updated : July 14, 2025 11:44 am IST
Bhagesh pawar
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં રસાકસી જોવા મળી રહી છે. મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતને 193 રનનો લક્ષ્યાંક મળ્યો છે. ત્યારબાદ ટેસ્ટ મેચ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 58 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. હવે ભારતને જીતવા માટે 135 રનની અને ઈંગ્લેન્ડને જીતવા માટે 6 વિકેટની જરૂર છે. ઇંગ્લેન્ડ અને ભારતે પ્રથમ ઈનિંગમાં 387 રન નોંધાવ્યા હતા.
જયસ્વાલ, નાયર, ગિલ, દીપ સસ્તામાં આઉટ
193 રનનો લક્ષ્યાંક ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ઓપનિંગમાં આવેલો યશસ્વી જયસ્વાલ શૂન્ય રને આઉટ થયો હતો, ત્યારે ઘણા વર્ષો પછી ટેસ્ટ મેચોમાં કમ બેક કરનાર કરૂણ નાયર 16 રન બનાવી પેવેલીયન પાછો ફર્યો હતો. કપ્તાન શુભમન ગિલ 6 રને અને નાઈટ વોચમેન તરીકે આવેલ આકાશ દીપ એક રને આઉટ થયા હતા. જ્યારે કે.એલ.રાહુલ હજુ રમતમાં છે. ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતનો સ્કોર ચાર વિકેટે 58 રન પહોંચ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બાયડોન કાર્સે બે વિકેટ તો જોફ્રા આર્ચરે એક વિકેટ ઝડપી હતી.
ચોથા દિવસની રમતમાં ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓએ નબળુ પ્રદર્શન કર્યું હતું. ટીમ તરફથી સૌથી વધુ જો રુટે 30 રન, કપ્તાન બેન સ્ટોક 33 રન, હેરી બ્રુક 23, જેક ક્રાઉલી 22, બેન ડક્કેત 12 રન, ક્રિશ વોક્સ 10 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શિરાજે બે-બે વિકેટ, નિતિશકુમાર રેડ્ડી અને આકાશ દીપે એક-એક વિકેટ ઝડપી હતી. બુમરાહની વાત કરીએ તો તેણે પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ અને બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી મેચમાં કુલ સાત વિકેટ ઝડપી હતી.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

પાકિસ્તાન સાથે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં રમવા માટે મુક્ત: રમતગમત મંત્રાલય

રોહિત શર્મા સપ્ટેમ્બરના અંતમાં ઇન્ડિયા A ની વનડે મેચો માટે વાપસી કરી શકે છે

રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
