Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

    Updated : August 04, 2025 04:56 pm IST

    Bhagesh pawar
    રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેન્ડુલકર એન્ડ ટેસ્ટ શ્રેણી ની અંતિમ અને પાંચમી મેચમાં ભારતે શાનદાર મેળવી છે. અને આ સાથે જ ટેસ્ટ શ્રેણી 2-2 ની બરાબરી પર પૂર્ણ થઈ છે. અંતિમ ટેસ્ટ ની ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 374 રનનો લક્ષ્યાંક ચેઝ કરવા માટે મેદાને ઉતરી હતી અને એક સમયે એવી સ્થિતિ હતી કે ઇંગ્લેન્ડ આ મેચને જીતીને શ્રેણી 3-1 થી પોતાના નામે કરી દેશે. પરંતુ ભારતીય ફાસ્ટ બોલર્સ ના જબરજસ્ત પફોર્મન્સ ને કારણે ઇંગ્લેન્ડની ટીમ પોતાના લક્ષ્યાંક ની નજીક આવીને 367 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અને ભારતીય ટીમ એ શ્રેણીની અંતિમ મેચ 6‌ રનથી વિજય મેળવ્યો હતો. 


    ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડ તરફથી જો રૂટ અને હેરી બ્રુકે સદી નોંધાવી હતી અને એક સમયે મેચમાં મજબૂત દેખાતી ઇંગ્લેન્ડની ટીમને ભારતીય ફાસ્ટ બોલર્સે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતીય ટીમ તરફથી મોહમ્મદ સીરાજે સૌથી વધુ 5 ઝડપી હતી તેમજ પ્રસિદ્ધ કૃષ્ણા એ 4 વિકેટ મેળવીને ભારતીય ટીમની ટીમમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. 



    ભારતીય ટીમે પ્રથમ ઈનિંગ માં 224 રન જ બનાવી શકી હતી અને તેના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમે 247 રન બનાવ્યા હતા જેમાં પણ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 4-4 વિકેટો ઝડપી હતી. ત્યારબાદ ભારતીય ટીમે પોતાની બીજી ઇનિંગમાં 396 રન બનાવ્યા હતા. જેની સામે લક્ષણ ચેસ કરવા ઉતરેલ ઇંગ્લેન્ડ ટીમ 367 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. 


    રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ના પરિણામ બાદ તેંડુલકર એન્ડરસન ટેસ્ટ શ્રેણી 2-2 ની બરાબરી પર પૂર્ણ થઈ છે. 

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.