આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?
Updated : August 02, 2025 10:47 pm IST
Bhagesh pawar
તેંડુલકર - એન્ડરસન ટ્રોફી શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડના ઓવલ મેદાને રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસના અંતિમ સેશનમાં ભારતે ઇંગ્લેન્ડ ટીમને 374 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 396 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે સદી ફટકારી 118 રન બનાવ્યા, તેમજ રવિન્દ્ર જાડેજા, આકાશદીપ અને વોશિંગ્ટન સુંદર અર્ધ સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે 5 વિકેટ ઝડપી હતી.
શતકવીર યશસ્વી જયસ્વાલ
આ અગાઉ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ફક્ત 224 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં ભારત તરફથી ફક્ત કરુણ નાયરે અર્ધસદી બનાવી હતી. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી ગુસ અટ્કિન્શને સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમે 23 રનની લીડ મેળવીને 247 રન ઉપર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જેમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના 4-4 વિકેટો મેળવવામાં સફળ રહ્યા હતા.
આખરી ટેસ્ટ મેચમાં હજી પણ બે દિવસની રમત બાકી છે અને બંને ટીમો મેચ જીતવા માટેના પ્રયાસો કરી રહી છે. પાંચ મેચોની આ ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ની ટીમ 2-1 થી આગળ છે. જો આ મેચ ભારત જીતે તો શ્રેણી 2-2 થી બરાબરી પર રહેશે. પરંતુ જો આ મેચ ઇંગ્લેન્ડ જીત્યું કે પછી મેચનું પરિણામ ડ્રો રહ્યું તો ઇંગ્લેન્ડ ટીમનો તેંડુલકર - એન્ડરસન ટ્રોફી પર કબજો થશે. જોવાનું રહેશે કે મેચનો ચોથો દિવસ ઇંગ્લેન્ડના બેટ્સમેનો માટે સારો રહેશે કે ભારતીય બોલર્સ માટે..

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

ભારત - ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ મેચ ડ્રો : એક જ ઇનિંગમાં 3 સદી

એશિયા કપનું શેડ્યૂલ જાહેર: પ્રથમ વખત 8 ટીમો ભાગ લેશે

કરો યા મરો ની સ્થિતિ : માન્ચેસ્ટરમાં એક પણ ટેસ્ટ મેચ નથી જીત્યું ભારત

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
