Sunday, October 5, 2025 7:22 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

    મધ્યપ્રદેશના ૐકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ

    Updated : August 28, 2025 12:16 pm IST

    Jitendrasingh rajput
    સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

    સરદાર સરોવર નર્મદા બંધ છલોછલ ભરાઈ જતા . હાલમાં સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહિત જથ્થો 8512 MCM છે એટલે ડેમ 90 % જેટલો ભરાઈ ગયો છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરને જોતા હાલમાં સપાટી 136.20 મીટર છે.


    મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમ માંથી બુધવારે સાંજે 5 કલાકે 1લાખ 52 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જે પાણી રાત્રીના સરદાર સરોવર નર્મદા બંધમાં આવ્યુ જેનાથી નર્મદા બંધની જળસપાટીમાં વધારો થતા નર્મદા ડેમના 5 દરવાજા ખોલવાની ફરજ પડી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 1,69,699 લાખ ક્યુસેક જેટલી છે.


    તેની સામે પાણીની જાવક હાલ 50 હજાર ક્યુસેક છે. ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને ડેમના 5 દરવાજા ખોલી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. તેમજ રિવરબેડ પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી છોડવાનના કારણે નદીમાં મહત્તમ 95,000 ક્યુસેક પાણી વહેશે. નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના નાગરિકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.