સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા
સરદાર એસ્ટેટ ચારરસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા
Updated : August 28, 2025 02:36 pm IST
Jitendrasingh rajputવડોદરા મહાનગર પાલિકાની દબાણ ટિમ દ્વારા આજે આજવા રોડ વિસ્તારમાં રસ્તા કિનારે બાંધવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પાલિકાની ટીમે પોલીસને સાથે રાખીને દબાણો દૂર કર્યા હતા.
વડોદરા મહાનગરપાલિકાના વહીવટી અને ઇલેક્શન વોર્ડ 5માં સમાવિષ્ટ વિસ્તાર આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા તરફ રસ્તાની બંને બાજુના ભાગે કેટલાક મિલકત ધારકોએ ઓટલા, શેડ સહિતના કાચા પાકા દબાણો માર્જિનની જગ્યામાં કર્યા હતા. આ દબાણો દૂર કરવાની કામગીરી આજે પાલિકાની ટીમે હાથ ધરી હતી.
સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવેલ અલવી બેન્ક નજીક નોનવેજની હાટડીઓના પણ વધારાના બાંધકામો પાલિકાની ટીમે દૂર કર્યા હતા. આ કામગીરીમાં બાપોદ પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં હાજર રહ્યો હતો.
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે
આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત
સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો
સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા
હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી
સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

