Monday, August 18, 2025 9:10 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    એક જ દિવસમાં વડોદરાની બે શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓની ચિંતા વધી..

    Updated : July 04, 2025 03:11 pm IST

    Bhagesh Pawar
    એક જ દિવસમાં વડોદરાની બે શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓની ચિંતા વધી..

    વડોદરા શહેરમાં સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો યથાવત્ રહ્યો છે.એક જ દિવસમાં વડોદરાની બે શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી થી ચકચારી મચી ઉઠવા પામી છે સાથે જ વાલીઓની ચિંતા પણ વધી છે. સવારના સમયે શહેરના હરણી સ્થિત સિગ્નસ વર્લ્ડ સ્કૂલ ને ઈમેલ થકી બૉમ્બથી ઉડાવી દેવાની મળ્યા બાદ અકોટા વિસ્તારમાં આવેલી ડી.આર.અમીન સ્કૂલને પણ ધમકીભર્યો નો ઇ-મેલ મળતાં પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદથી બન્ને સ્કુલોમાં જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઇ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી.


    અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગત અઠવાડિયે ગુજરાતમાં 13 ધમકીભર્યા ઇ-મેલ મોકલનાર ચેન્નઈની IT એન્જિનિયર રેની જોશીલ્ડાની ધરપકડ કરાઈ હતી. જોકે તેની ધરપકડ પછી પણ આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ ચાલુ છે અને હવે મદ્રાસ ટાઇગર્સના નામથી વડોદરાની સિગ્નસ વર્લ્ડ સ્કૂલ અને ડી.આર.અમીન શાળાને ઉડાવી દેવાની ધમકી મળી છે.

    મળતી માહિતી અનુસાર, નવા ઇ-મેલનું કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈ-મેલ જેવું જ છે, પરંતુ આ વખતે ધમકી 'મદ્રાસ ટાઇગર્સ' તરફથી આવી છે. આ સાથે ધમકી ભર્યો ઇ-મેલ મોકલવા માટે “HotMail” નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇ-મેલમાં ફિલ્મ પ્રોડોયુસર જાફર સાદીકના રૂ. 2000 કરોડના ડ્રગ્સ કેસનો ઉલ્લોખ કરાયો છે. આ સાથે તામિલનાડુના ADGP સામે આક્ષેપો કરવામાં આવ્યાં છે, તથા સાઉથના કેટલાક શહેરોના નામો અને ટ્રસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં વડોદરાની ત્રણ અલગ અલગ શાળાઓને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધમકીભર્યો ઇ-મેલ મળતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.

    આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, અગાઉના ઇ-મેલ કરતા આ વખતના ઇ-મેલની પેટર્ન જુદી છે. આ વખતે ઇ-મેલ મોકલવા માટે Hotmail નો ઉપયોગ કરાયો છે. અગાઉના ઇ-મેલમાં ચોક્કસ સમુદાયના વ્યક્તિનું નામ લખવામાં આવ્યું હતુ. જ્યારે આજે સીગ્નસ અને ડી.આર અમીન સ્કુલને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇ-મેલમાં મદરાસ ટાઇગર્સ નામ લખવામાં આવ્યું છે. વારંવાર આ પ્રકારના ધમકીભર્યા ઇ-મેલ મળતા અમે છેલ્લા સાત ઇ-મેલનો એક રિપોર્ટ તૈયાર કરી રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ એજન્સીને મોકલી આપ્યો છે. આખા દેશમાં આ પ્રકારના અનેક ધમકીભર્યા ઇ-મેલ મળી રહ્યાં છે. જેથી ભારતીય સાયબર ક્રાઇમ કોઓરડીનેશના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર દ્વારા તેની તપાસ કરવામાં આવી રહીં છે.




    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    એક જ દિવસમાં વડોદરાની બે શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓની ચિંતા વધી.. | Yug Abhiyaan Times