Monday, October 6, 2025 11:37 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, 6 દિવસ રહેશે મેઘમહેર

    દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, 6 દિવસ રહેશે મેઘમહેર

    Updated : August 27, 2025 05:42 pm IST

    Jitendrasingh rajput
    દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ,  6 દિવસ રહેશે મેઘમહેર

    ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં આગામી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. 

    12 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

    હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવારે (28 ઑગસ્ટ) મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

    29થી 31 ઑગસ્ટની આગાહી

    રાજ્યમાં આગામી 29થી 31 ઑગસ્ટ દરમિયાન મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી, નવસારી, વલસાડ, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે અન્ય વિસ્તારોમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદની શક્યતા છે. 

    1-2 સપ્ટેમ્બરની આગાહી

    આગામી 1-2 સપ્ટેમ્બરમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 8થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં 1 સપ્ટેમ્બરે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ અને 2 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.