Monday, August 18, 2025 9:05 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    "જો બ્રાન્ડ માંગોગે વો બ્રાન્ડ બનાકે દુંગા "નકલી દારૂ ગણતરીની મિનિટોમાં બનાવી આપતો અઝીમ મેમણ.

    Updated : July 19, 2025 07:04 pm IST

    Jitendrasingh rajput
    "જો બ્રાન્ડ માંગોગે વો બ્રાન્ડ બનાકે દુંગા "નકલી દારૂ ગણતરીની મિનિટોમાં બનાવી આપતો અઝીમ મેમણ.

    વડોદરામાં તાજેતરમાંજ સ્ટેટ મોનિટરીંગ સેલે દશરથ નજીક વહેલી સવારે દરોડો પાડી રૂ. 2 કરોડ 44 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગુનાનો માસ્ટર માઇન્ડ હજી પોલીસ પકડથી દૂર છે. તેવામાં વડોદરા શહેરમાં હવે બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલોમાં નકલી દારુ ભરી વેચતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.


    આ બનાવની વિગત એવી છે કે, શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા પટેલ ફળીયા જમજમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો અઝીમ મેમણ પોતાના મકાનમાં બનાવટી બ્રાન્ડેડ વિદેશી દારુ બનાવી ઉંચા ભાવે વેચાણ કરતો હોવાની ચોક્કસ માહિતી શહેર પોલીસની પી.સી.બી ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડી જુદી જુદી વિદેશની બ્રાન્ડની ખાલી અને ભરેલી બોટલ તેમજ ફ્લેવર્ડની બોટલો સાથે અઝીમ મેમણને ઝડપી પાડ્યો હતો. જોકે અહીં પ્રશ્ન એ છે કે, અઝીમ સસ્તો દારુ લાવી તેને બ્રાન્ડેડ બોટલમાં ભરી ઉંચા ભાવે કંઇ રીતે વેચતો હતો ?તો તેમને જણાવી દઇએ કે, પોલીસના હાથે ઝડપાયેલો અઝીમ મેમણ દમણથી સસ્તા ભાવે અંગ્રેજી શરાબની બોટલો લાવતો હતો. ત્યારબાદ વારસીયા વિસ્તારમાં આવેલા જુદી જુદી ભંગારની દુકાનેથી બ્રાન્ડેડ વિદેશી દારૂની ખાલી બોટલો લઇ આવતો હતો. આ વસ્તુઓ ઘરે લાવ્યાં બાદ બ્રાન્ડેડ દારૂની બોટલમાં સસ્તો દારુ, પાણી અને ફ્લેવર્ડની મીલાવટ કરી તેને સીલ મારી ઉંચા ભાવે વેચતો હતો. પોલીસે અઝીમ મેમણની ધરપકડ કરી કુંભારવાડા પોલીસને સોંપતા તેની સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


    આ બનાવમાં પોલીસે તેની ઘરેથી લાલ કલરનુ પ્રવાહી ભરેલા પ્લાસ્ટીકના 5 લીટરના કારબા, બ્રાન્ડેડ વિદેશી બોટલમાં દારુ ભરેલી 17 બોટલો, 90 ખાલી બોટલો, જુદા જુદા ફ્લેવર્ડની નાની બોટલો અને મોબાઇલ મળી કૂલ રૂ. 58,165નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અઝીમ મેમણ સામે અગાઉ સીટી, સયાજીગંજ, સમા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુના નોંધાયેલા છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.