Monday, August 18, 2025 9:05 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    અજીબ કિસ્સો-વડોદરાના સલાટવાડામાં ઉંદરનો ત્રાસ જીવલેણ બન્યો.

    વડોદરામાં ઉંદર કરડવાથી યુવકનું મોત

    Updated : July 27, 2025 06:50 pm IST

    Jitendrasingh rajput
    અજીબ કિસ્સો-વડોદરાના સલાટવાડામાં ઉંદરનો ત્રાસ જીવલેણ બન્યો.

    વડોદરામાં ઉંદર કરડવાના કારણે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા યુવકના મોતનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા 40 વર્ષિય યુવકને ઉંદર કરડતા તે મોઢા અને પગના ભારે ઇજાગ્રસ્ત થયો હતો. ઉંદરે એ હદે કરડી ખાધું હતું કે, યુવકને એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના આઇસીયુમાં દાખલ કરવો પડ્યો હતો. જેમાં ટુંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉંદરનો ત્રાસ જીવલેણ થતા સુધી વધી ગયો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.


    વડોદરાના સલાટવાડામાં ઉંદરનો ત્રાસ જીવલેણ બન્યો છે. તાજેતરમાં સલાટવાડામાં રહેતા 40 વર્ષિય યુવક સંદીપ મોરેના ઘરે ઉંદર કરડ્યો હતો. ઉંદર કરડતા યુવકના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને ઘણું લોહી વહ્યું હતું. આ ઘટનામાં યુવક બેભાન થતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં આ યુવકને ઇમરજન્સી વિભાગના આઇસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.


    સારવાર માટે દાખલ થયાના બીજા દિવસે ફરજ પરના હાજર તબિબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉંદરોનો જીવલેણ ત્રાસ ઉજાગર થવા પામ્યો છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને કારેલીબાગ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં ઉંદરના કરડવાના કારણે બીજા કોઇનો જીવ ના જાય તે માટે તંત્ર શું પ્રયાસો કરે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    અજીબ કિસ્સો-વડોદરાના સલાટવાડામાં ઉંદરનો ત્રાસ જીવલેણ બન્યો. | Yug Abhiyaan Times