કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ
કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ
Updated : August 28, 2025 11:56 am IST
Jitendrasingh rajput
વડોદરામાં કરજણ તાલુકાના નારેશ્વર ચોકડી પાસે માછી સમાજના લોકો અને દરબારો ભેગા થઈને એકબીજા પર હુમલો કર્યો હતો. દરબારો દ્વારા થયેલા હુમલામાં બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી નારેશ્વર પંથકમાં બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે જૂની શાયર ગામમાં રહેતો હાર્દિક રમેશ માછી તેના કુટુંબી શૈલેષ માછીની રેતીની લીઝમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. ગઈકાલે સાંજે તે તેના કુટુંબી ભાઈ હર્ષ કમલેશ માછી સાથે નારેશ્વર ચોકડી પર ફ્રુટ લેવા ગયો હતો અને બંને ચોકડી પર ઉભા હતા. ગામના જીગ્નેશભાઈ માછી ચંપલ લેવા માટે આવેલ જ્યારે નજીકમાં વાળંદની દુકાન ઉપર નરેન્દ્રસિંહ ઉર્ફે મંગો પરમાર વાળ કાપાવવા માટે આવ્યો હતો. જીગ્નેશને જોઈ નરેન્દ્રસિંહે તમે માછીઓ બહુ ફાટી ગયા છો તમારૂ કંઈક કરવું પડશે તેમ કહી જીગ્નેશને માર મારવા લાગ્યો હતો આ વખતે જીગ્નેશે ફોન કરી માછી સમાજના લોકોને પોતાના ગામમાંથી બોલાવ્યા હતા જ્યારે નરેન્દ્રસિંહે પણ ફોન કરી દરબારોને બોલાવ્યા હતા. મારક હથિયારો સાથે આવેલા નરેન્દ્રસિંહના સાગરીતોએ હુમલો કરતા હાર્દિક તેમજ વિનોદ ભગવાન માછીને ગંભીર ઈજા થઈ હતી નારેશ્વર ચોકડી ઉપર બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી દરબાર પક્ષ તરફથી 11 જણાની ધરપકડ કરી હતી.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
