વિશ્વની સૌથી પ્રાચીન માર્શલ આર્ટ્સનું વડોદરામાં નિ:શુલ્ક શિક્ષણ
કલારી માર્શલ આર્ટ્સ માસ્ટર કિશોરભાઈ ચુડાસમા વડોદરામાં મહિલા સશક્તિકરણને આપી રહ્યા છે વેગ
Updated : July 05, 2025 02:51 pm IST
Bhagesh Pawar
કલારી માર્શલ આર્ટ્સ – આ શબ્દ આપણા ગુજરાતીઓ માટે કદાચ નવો હશે. પરંતુ ‘કુંગ ફૂ’ શબ્દથી આપણે સૌ પરિચિત છીએ. હવે આ ‘કુંગ ફૂ’ જેવી ઘણી આધુનિક માર્શલ આર્ટ્સનો વિકાસ જેમાંથી થયો છે, તે કલારી માર્શલ આર્ટ્સ કે જેને કલારીપયટ્ટુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શબ્દથી પરિચિત થવાની આપણને સૌને જરૂર છે. ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં ઉદ્ભવેલી આ યુદ્ધ કળા અથવા તો સ્વ બચાવ કૌશલ્ય માટેની તાલીમ કહો કે જેને ‘તમામ માર્શલ આર્ટ્સની માતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તાલીમ મુંબઈના ગુરુ વડોદરામાં નિ:શુલ્ક આપી રહ્યા છે.
પરંપરાગત રીતે, આ માર્શલ આર્ટ્સ પુરૂષોને શીખવાડવામાં આવતી હતી. પરંતુ હવે મહિલાઓને પણ આ કળા શીખવવામાં આવે છે. વડોદરામાં ૫૬ વર્ષના કિશોરભાઈ ચુડાસમા આ અત્યંત ઉપયોગી અને પ્રાચીન કળા ફ્રીમાં શીખવાડીને વડોદરાની મહિલાઓને સ્વ-બચાવ કૌશલ્યની તાલીમ આપવાની સાથે મહિલા સશક્તિકરણનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. તેમના આ ઉમદા કાર્યમાં તેમના પુત્રવધુ હરદીપબેન પણ જોડાયા છે.
હરદીપબેને પણ તેમના સસરા પાસેથી એક વર્ષમાં આ કળા શીખીને તેમાં પારંગત થઈને મહિલાઓને આત્મરક્ષણ માટેની તાલીમ આપવાના યજ્ઞને પ્રજ્વલિત રાખી રહ્યા છે. હવે તેઓ પણ યુવતીઓને સશક્ત અને આત્મરક્ષા માટેની તાલીમ આપે છે. આમ તો કિશોરભાઈનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો છે, પરંતુ વ્યવસાયિક કારણોસર હરદીપબેન તેમના પતિ સાથે વડોદરામાં સ્થાયી થયા છે.
કિશોરભાઈ ચુડાસમા એક નિષ્ણાંત કલારી ગુરુ છે. મુંબઈમાં સફળતાપૂર્વક વર્ગો ચલાવ્યા પછી તેમણે હવે આ ઉમદા કાર્ય વડોદરામાં શરૂ કર્યો છે. આ માટે તેમણે તાજેતરમાં જ વડોદરામાં ત્રણ દિવસીય શિબિરનું પણ આયોજન કર્યું હતું. ટૂંક સમયમાં તેઓ સંપૂર્ણ ક્લાસ પણ શરૂ કરશે, જેથી વડોદરાની વધુ મહિલાઓ તેનો લાભ લઈને વિશ્વની સૌથી પ્રાચીન માર્શલ આર્ટ્સ શીખી શકે અને આત્મરક્ષણ થકી મહિલા સશક્તિકરણને વધારે વેગવંતુ બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે.
આ તાલીમ અંગે કલારી ગુરુ કિશોરભાઈ ચુડાસમા જણાવે છે કે, મહિલાઓ સાથે દુર્વ્યવહાર ના થાય અને એકલતા કે અંતરિયાળ પરિસ્થિતિમાં જેને અબળા નારી સમજવાની ભૂલ કરે છે, તેવા અપરાધિક માનસિકતાવાળા ઈસમોને જમીન પર પછાડીને જડબાતોડ જવાબ આપી શકે તેવી સબળા નારી બનાવવા માટે અમે આ પ્રાચીન કળા શીખવવાનું નક્કી કર્યું છે. આ તાલીમ શીખીને યુવતીઓ પોતાને વધુ સશક્ત અને નીડર અનુભવે છે. આ કળામાં એવા ગુણો અને તકનીકો છે, જે તેમને રોજિંદા પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે, પછી તે કોઈ પણ પરિસ્થિતિ હોય કે સ્થળ હોય, તેમ તેમણે ઉમેર્યું હતું.
હરદીપબેન જણાવે છે કે, વડોદરામાં હું અને મારા પતિ એકલા જ રહીએ છીએ. મેં મારા સસરા પાસેથી જ્યારથી આ પ્રાચીન કળા શીખી છે, મારા આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થયો છે. મને બધી જ તકનીકો આવડે છે. કલારી કળા સરળ છે, ખૂબ જ ઉપયોગી છે અને કોઈ પણ કલારી શીખી શકે છે, તેમ કહીને તેમણે અન્ય મહિલાઓને પ્રોત્સાહન આપ્યું છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
