ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર 2 દિવસમાં ઉતરશે 15 દિવસ બાદ ટેન્કર કોણ ઉતારશે તે નક્કી થયું.
માર્ગ અને મકાન વિભાગ સાથે મળી ટેન્કર ઉતારવા સૂચના.
Updated : July 23, 2025 04:24 pm IST
Jitendrasingh rajput
તારીખ 9 જુલાઈના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ના મુજપુર ગામ થી આણંદ જવાના માર્ગ ઉપર આવેલ ગંભીરા બ્રિજ અચાનક તુટી પડવાની ઘટના એ સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી.આ સમગ્ર ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા.હજી પણ વિક્રમ પઢિયાર નામના યુવકનો મૃતદેહ મળ્યો નથી જેની આજે પણ શોધખોળ ચાલી રહી છે.
- 15 દિવસ બાદ ટેન્કર કોણ ઉતારશે તે નક્કી થયું.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના આજે 15 દિવસ થયા છે ત્યારે સૌ કોઈની નજર બ્રિજ ઉપર લટકેલી ટેન્કર ઉપર છે.રાજ્ય સરકાર દ્વારા બ્રિજ ઉપર લટકેલી ટેન્કર ઉતારવા માટે વિવિધ એજન્સીઓ પાસે સર્વે પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે આજે 15 દિવસે ટેન્કર કોણ ઉતારશે તે નક્કી કરી દેવાયું છે.
- સરકારે ટેન્કર ઉતારવા આણંદ કલેક્ટરને આપ્યા આદેશ.
ગંભીરા બ્રિજ ઉપર લટકેલી ટેન્કર ઉપર સમગ્ર દેશની નજર રહેલી છે.આ ટેન્કર અકલેશ્વરની શિવમ રોડ લાઇન્સની છે.અને આ ટેન્કરના માલિક અને ડ્રાઈવર છેલ્લા 15 દિવસ થી પાદરા માલતદાર, વડોદરા કલેક્ટર કચેરી થી આણંદ કલેક્ટર કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. તેવામાં આ હદ વિવાદમાં ટેન્કર તો વડોદરાની હદમાં જ લટકેલી હાલતમાં છે તે નક્કી થઈ ગયું છે.પરંતુ હવે આ વડોદરાની હદ માં લટકેલી ટેન્કર આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં વડોદરા માર્ગ અને મકાન વિભાગને સાથે રાખી ઉતારવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપી દેવાયા છે.
- માર્ગ અને મકાન વિભાગ સાથે મળી ટેન્કર ઉતારવા સૂચના.
આણંદ કલેક્ટરની દેખરેખ હેઠળ ગંભીરા બ્રિજ ઉપર લટકેલી ટેન્કર ઉતારવા વડોદરા માર્ગ અને મકાન વિભાગે પણ કમર કસી લીધી છે અને બ્રિજ નીચે મુજપુર છેડે થી રસ્તો બનાવી ક્રેન મારફતે ટેન્કરને નીચે ઉતારવાં અંગે જરૂરી સૂચનો આપી દેવાયા છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
