વિષય પસંદગીના અભાવે ત્રીજા વર્ષના હજારો વિધાર્થીઓની ફી ભરાતી નથી
શિક્ષણ નીતિના યોગ્ય અમલના અભાવે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન
Updated : July 30, 2025 12:02 pm IST
Jitendrasingh rajput
એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીેમાં ટીવાયનું શિક્ષણ કાર્ય શરુ થયે એક મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ ત્રણે મોટી ફેકલ્ટીઓમાં હજી સુધી વિષય પસંદગીના અભાવે વિદ્યાર્થીઓની ફી ભરાઈ જ નથી.
નવી શિક્ષણ નીતિ પ્રમાણે ઓનર્સ ડિગ્રી કોર્સમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આ ત્રીજું વર્ષ છે.જેમાં વિદ્યાર્થીઓએ ત્રણ મેજર અને બે માઈનોર એમ પાંચ વિષયોની પસંદગી કરવાની હોય છે.યુનિવર્સિટીની સિસ્ટમ પ્રમાણે વિષયોની ઓનલાઈન પસંદગી વિદ્યાર્થીઓ કરે તે પછી જ તે ફી ભરી શકે છે.
કોમર્સ, આર્ટસ, સાયન્સ એમ ત્રણે મોટી ફેકલ્ટીઓમાં વિષય પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ નથી. તે પહેલા જ વિદ્યાર્થીઓના વર્ગો શરુ કરી દેવામાં આવ્યા છે.બીજી તરફ ઓનલાઈન વિષય પસંદગી બાકી હોવાથી ફી ભરાઈ નથી અને તેના કારણે વિદ્યાર્થીઓને રેલવે પાસ, બસ પાસ કઢાવવામાં, હોસ્ટેલ પ્રવેશમાં અને લાઈબ્રેરી જેવી સુવિધાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો નવી શિક્ષણ નીતિના પાંચ વર્ષ પૂરા થવા નિમિત્તે એક સપ્તાહ સુધી વિવિધ વિષયો પર સેમિનાર યોજીને તેના અમલની સમીક્ષા કરી રહ્યા છે અને બીજી તરફ શિક્ષણ નીતિના યોગ્ય અમલના અભાવે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.જ્યાં સુધી ફી નહીં ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને આઈ કાર્ડ પણ નહીં મળે.
વિષય પસંદગી વગર વર્ગો શરુ થઈ ગયા હોવાથી વિદ્યાર્થીઓ એક સપ્તાહ માટે કોઈ એક વિષયના વર્ગમાં બેસે છે તો એક સપ્તાહ માટે અન્ય કોઈ વિષયના લેકચર એટેન્ડ કરે છે. બીજી તરફ કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ કયા વિષય પસંદ કરે છે તેની રાહ જોયા વગર જ મહત્તમ લેકચર એકાઉન્ટ વિષય માટે ફાળવી દેવામાં આવ્યા છે.આ સંજોગોમાં અન્ય વિષયોના અધ્યાપકોનો વર્કલોડ ઓછો થઈ જાય તેવી પણ શક્યતા છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
