નશાખોર કારચાલકનું કારસ્તાન; લોકોના જીવ જોખમમાં મૂકી ડે તેવી રીતે ચલાવી ગાડી
Updated : July 13, 2025 07:28 pm IST
Bhagesh pawar
વડોદરા શહેરમાં મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી. નશાખોર કારચાલકનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં નશાની હાલતમાં રોડ પર ચલાવી ફૂલસ્પીડમાં કાર અને લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા, અલકાપુરી વિસ્તારમાં ફૂલ સ્પીડમાં ચલાવી કાર તો અન્ય રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતા અને પોલીસ કમિશનરના બંગલા બહાર કારચાલકને ઝડપી પાડયો હતો, કારચાલકને ઝડપી પોલીસને હવાલે કરાયો છે.
સ્થાનિકોને આ વાતની જાણ થતા તેને ઝડપ્યો હતો અને તે જે રીતે કાર ચલાવતો હતો તે રીતે જોઈને સ્થાનિકો પણ સમજી ગયા હતા કે પાર્ટી મોજમાં છે, ત્યારે પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી, મહત્વનું છે કે, પોલીસ કમિશનરના બંગ્લા નજીક જ આ રીતે કાર ચલાવી હતી, અને કારને ડિવાઈડર સાથે અથડાવી હતી.
કાર ચાલકને રોકીને લોકોએ તેને અકોટા પોલીસ મથકના જવાનોને સોંપ્યો હતો. કાર ચાલકનું નામ કાળુભાઇ જોધાભાઇ સાટીયા (રહે. સુરત) હોવાનું જાણવા મળી રહ્યું છે. તે અમદાવાદથી જ દારૂના ચાર પેગ મારીને નીકળ્યા હોવાનું વાયરલ વીડિયોમાં જણાવી રહ્યા છે. આરોપી સામે અકોટા પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
