Monday, August 18, 2025 9:14 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરા પોલીસ કમિશનરને એક-બે નહિ પણ 22 ઇન્સ્પેક્ટર્સ ની આંતરીક બદલી કરવાની જરૂર કેમ પડી ?

    Updated : July 09, 2025 10:48 pm IST

    Bhagesh pawar
    વડોદરા પોલીસ કમિશનરને એક-બે નહિ પણ 22 ઇન્સ્પેક્ટર્સ ની આંતરીક બદલી કરવાની જરૂર કેમ પડી ?

    ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં સમયાંતરે પોલીસ અધિકારીઓની બદલી થતી હોય છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુધી ના અધિકારીઓની આંતરિક બદલી વિશે પોલીસ કમિશનર નિર્ણય લઈ શકે છે. ડીવાયએસપી કે એ સી પી લેવલના કે તેનાથી ઉપરી અધિકારીઓ ની બદલી ગૃહ વિભાગમાંથી થતી હોય છે. સામાન્ય રીતે કોઈપણ પોલીસ અધિકારીને એક સ્થળ પર કે વિભાગમાં બે થી ત્રણ વર્ષ પોતાનો કાર્યભાર પૂર્ણ કરે ત્યારે તેમની બીજા સ્થળે કે બીજા વિભાગમાં બદલી થતી હોય છે. 


    આ ઉપરાંત જો કોઈ ઘટના બને ત્યારે પણ પોલીસ અધિકારીઓની એક સ્થળેથી બીજા સ્થળે અથવા એક વિભાગ માંથી બીજા વિભાગમાં બદલી થતી હોય છે.


    આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા એક કે બે નહીં પરંતુ 22 પોલીસ ઇન્સ્પેક્ટર્સ ની આંતરિક બદલી નો હુકમ કરાયો છે.







    4 ઇન્સ્પેક્ટરર્સની પોલીસ મથકો માંથી ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. બીજી તરફ ટ્રાફિક વિભાગમાં કાર્યરત 3 ઇન્સ્પેક્ટરર્સની જુદા જુદા પોલીસ મથકોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમજ 5 ઇન્સ્પેકટર્સ એવા છે જે અત્યાર સુધી પોલીસ મથકમાં સેકન્ડ પીઆઈ તરીકે જવાબદારી નિભાવતા હતા હવે તેમને ફર્સ્ટ પીઆઈ તરીકે ની જવાબદારી આપીને બદલી કરવામાં આવી છે. આ સિવાય 10 ઇન્સ્પેક્ટર્સને એક પોલીસ મથક માંથી અન્ય પોલીસ મથકમાં તેમજ કંટ્રોલરૂમ અને જુદી જુદી શાખાઓમાં ટ્રાન્સફર આપવામાં આવી છે. 



    વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની જવાબદારી નિભાવનાર અધિકારીઓને સારા પર્ફોમન્સને આધારે વધુ જવાબદારી સોંપી ફર્સ્ટ પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ બીજા ઇન્સ્પેક્ટર્સને જુદા જુદા વિસ્તારોનો તથા જુદા જુદા વિભાગોનો અનુભવ પ્રાપ્ત થાય તે હેતુથી બદલી કરવામાં આવી છે. તદુપરાંત વિવિધ પ્રકારની જવાબદારી સંભાળવાનો અનુભવ પ્રાપ્ત થશે તેમજ બદલી થવાથી તેમની કાર્ય પદ્ધતિમાં પણ સુધારો થશે. ઉદા.ત. અમુક પોલીસ મથક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અમુક વિસ્તારોમાં ચેકપોસ્ટ આવેલી છે અમુક પોલીસ મથક ની હદમાં સંવેદનશીલ વિસ્તારો આવેલા છે. અને જ્યારે આ પ્રકારે વહીવટી કારણોથી બદલી કરવામાં આવે છે ત્યારે અધિકારીઓને નવા નવા પડકારોનો સામનો કરવાની તક મળે છે અને પોલીસની કામગીરી ની ગુણવત્તામાં પણ વૃદ્ધિ જોવા મળે છે. આ જ કારણોસર 22 ઇન્સ્પેક્ટર્સની આંતરિક બદલી કરવાનો નિર્ણય લેવાયો

    છે. 

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.