Monday, August 18, 2025 9:12 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    10 પાસ યુવકો થયી જાઓ તૈયાર.BSF માં 3 હજારથી વધુ જગ્યાઓ માટે નિકળી ભરતી.

    પગાર ધોરણ લેવલ-3 હેઠળ 21,700થી 69,100 સુધી રહેશે.

    Updated : July 27, 2025 04:09 pm IST

    Jitendrasingh rajput
    10 પાસ યુવકો થયી જાઓ તૈયાર.BSF માં 3 હજારથી વધુ જગ્યાઓ માટે નિકળી ભરતી.


    બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની 3,588 જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જો તમે 10મું પાસ છો અને સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માંગો છો, તો આ તક તમારા માટે ખૂબ જ ખાસ છે. આ ભરતીમાં, 3,406 જગ્યાઓ પુરૂષો માટે અને 182 જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 24 ઓગસ્ટ 2025 રાખવામાં આવી છે.


    શૈક્ષણિક લાયકાત

    આ ભરતી માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલું હોવું જોઈએ. આ સાથે, રસોઈયા, ધોબી, વાળંદ, સફાઈ કામદાર, દરજી, પ્લમ્બર, પેન્ટર વગેરે જેવા સંબંધિત ટ્રેડમાં ITI સર્ટીફીકેટ અથવા કામનો અનુભવ હોવો જોઈએ.


    વય મર્યાદા

    ઉમેદવારોની ઉંમર 24 ઓગસ્ટ 2025ના રોજ 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. SC/ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે અને OBC કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં 3 વર્ષની છૂટ મળશે. મહિલા અને દિવ્યાંગ ઉમેદવારોને પણ ઉંમર અને અરજી ફીમાં રાહત આપવામાં આવી છે.


    પસંદગી પ્રક્રિયા

    પસંદગી પ્રક્રિયામાં સૌ પ્રથમ શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) અને શારીરિક ધોરણ કસોટી (PST) હશે. આ પછી, ઉમેદવારોએ 100 માર્કની લેખિત પરીક્ષા આપવાની રહેશે જેમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પછી સંબંધિત ટ્રેડનો ટેસ્ટ થશે અને અંતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવશે.

    પગાર કેટલો મળશે?

    આ ભરતી માટે પગાર ધોરણ લેવલ-3 હેઠળ 21,700થી 69,100 સુધી રહેશે. આ સાથે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા તમામ ભથ્થાં પણ ઉપલબ્ધ રહેશે.


    અરજી ફી

    અરજી ફીની વાત કરીએ તો, જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST, મહિલા અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી સંપૂર્ણપણે મફત છે.

    અરજી કેવી રીતે કરવી?

    • અરજી કરવા BSFની સત્તાવાર વેબસાઈટ rectt.bsf.gov.in ની મુલાકાત લો.
    • આ પછી વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવો.
    • હવે અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
    • છેલ્લે અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
    • આ પછી ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ લો.
    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    10 પાસ યુવકો થયી જાઓ તૈયાર.BSF માં 3 હજારથી વધુ જગ્યાઓ માટે નિકળી ભરતી. | Yug Abhiyaan Times