Monday, October 6, 2025 11:43 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ

    Updated : August 02, 2025 06:48 pm IST

    Sushil pardeshi
    ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ

    ફૈજાન ખત્રી, છોટાઉદેપુર

    છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ધોળીયાલા ગામ નજીકથી એક કારમાં લઇ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરાલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ધોળીય‍લા ગામ નજીકથી પસાર થતી એક ફોર વ્હિલ કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકવા ઇસારો કરતા તે ચાલકે ગાડી ઉભી રાખેલ નહિ અને ઝડપથી હંકારી મુકી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગાડીનો પીછો કરતા ફોર વ્હિલ કારના આગળના વ્હિલમાં પંકચર થઇ જતા ધોળીયાલા ગામની સીમમાં રોડની બાજુમાં ગાડી મુકીને ચાલક ભાગી ગયો હતો. એલસીબીની ટીમે આ કારમાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનું જણાયું હતું.

    એલસીબીની ટીમે આ ફોર વ્હિલ ગાડીને કરાલી પોલીસ મથકે લાવીને તેમાંથી દારૂનો જથ્થો નીચે ઉતાર્યો હતો. આ ગાડીમાંથી ૨૧ પેટીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૦૦૮ નંગ બોટલો તેમજ ક્વાર્ટરીયાની છુટી બોટલો નંગ ૪૮૬ મળી કુલ ૧૪૯૪ બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા ૪૧૯૬૧૬ ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ ફોર વ્હિલ કાર કિંમત રૂપિયા ૩૦૦૦૦૦ મળી કુલ રૂપિયા ૭૧૯૬૧૬ નો મુદ્દામાલ કબ્જે લઇને ફોર વ્હિલ ગાડીને રોડ નજીક મુકીને નાશી ગયેલ તેના અજાણ્યા ચાલક વિરૂધ્ધ કરાલી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.