Monday, October 6, 2025 11:37 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

    Updated : August 26, 2025 11:28 pm IST

    Bhagesh pawar
    ગુજરાત મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલની સંભાવના, 4-5 મંત્રીઓને પડતા મુકાશે, નવા ચહેરાઓને તક મળશે..

    ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મંત્રીમંડળના વિસ્તરણ માટેની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.


    આ નિર્ણય મંત્રીઓના રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો છે. જે મંત્રીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી, તેમને પડતા મુકવામાં આવશે, જ્યારે લગભગ 10 જેટલા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ નવા ચહેરાઓમાં અમરેલી, જૂનાગઢ, વડોદરા, ખેડા, અથવા આણંદ જેવા જિલ્લાના ધારાસભ્યોનો સમાવેશ થઈ શકે તેવી શક્યતાઓ છે.


    મળતી માહિતી મુજબ, મંત્રીમંડળના સભ્યોના પર્ફોમન્સના આધારે તેમના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ કાર્ડના પરિણામોના આધારે, 4 થી 5 વર્તમાન મંત્રીઓને તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે.


    આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકારની કાર્યક્ષમતા વધારવાનો અને પ્રજાના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉકેલવાનો છે. તેમજ આ વિસ્તરણથી પ્રાદેશિક સંતુલન જાળવવાનો અને વિવિધ સમાજને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. સોમવારે રાત્રે કેટલાક મંત્રીઓની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પણ થઈ હોવાનું કહેવાય છે, જેના કારણે આ વિસ્તરણની અટકળો વધુ મજબૂત બની છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.