Monday, October 6, 2025 11:38 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    શિવા ફાર્મા બ્લાસ્ટ કેસમાં કામદારોના પરિવારજનોએ એચઆર કર્મચારી સાથે કર્યો ટપલીદાવ...

    Updated : July 27, 2025 04:05 pm IST

    Sushil pardeshi
    શિવા ફાર્મા બ્લાસ્ટ કેસમાં કામદારોના પરિવારજનોએ એચઆર કર્મચારી સાથે કર્યો ટપલીદાવ...

    શનિવારે રાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શિફ્ટ માં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ અર્જુન પરબતભાઈ પટેલ, પ્રવીણ મનસુખભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.



    આ સમગ્ર ઘટના દરમિયાન વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં ત્રણે કામદારના પરિવારજનો નું ટોળું ઉંમટયું હતું. જ્યાં બંને મૃતક કામદારે ના મૃતદેહ હોસ્પિટલના પાર્કિંગમાં ખુલ્લા મૂકી રખાયા હતા. કલાકો સુધી પાર્કિંગ સ્પેસમાં ખુલ્લામાં મૂકી રખાતા પરિવારજનોમાં રોષ ફાટ્યો હતો. સાથે જ કંપનીમાંથી કોઈ પણ ઉચ્ચ અધિકારી હોસ્પિટલ નહીં આવતા લોકોમાં રોષ હતો. સ્થળ પર હાજર કંપનીના એચ આર વિભાગના બે કર્મચારીઓ ને પૂછાતા તે લોકો પણ ગલ્લા તલ્લા કરતા હોય આ કામદારોના પરિવારજનો રોષે ભરાયાં હતા. અને એક એચ આર કર્મચારીને ટપલી દાવ કર્યો હતો. જેને લઈને હોસ્પિટલના પ્રાંગણનો માહોલ પણ ગરમાયો હતો. જે અંગે જાણ થતા હોસ્પિટલના કર્મચારીઓ એ યુનિટ મેનેજર સાથે ફોન પર વાત કરી તેઓને હોસ્પિટલ આવવા વિનંતી કરી હતી.



    આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે કરોડો રૂપિયાનો નફો રડતી આ શિવા ફાર્મા કંપની ના સંચાલકો ની માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.