Saturday, August 2, 2025 3:48 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    પ્રતિબંધ હોવા છતાં બિન્દાસ મચ્છી મારી કરતા લોકોને કોણ અટકાવશે ??

    કરજણ ડેમ પર ચેતવણી ના બોર્ડ લાગ્યા હોવા છતાં લોકો ફરતા અને મચ્છી મારી કરતા હોવા છતાં અધિકારીઓ કેમ મૌન છે ??

    Updated : July 01, 2025 03:46 pm IST

    Bhagesh Pawar
    પ્રતિબંધ હોવા છતાં બિન્દાસ મચ્છી મારી કરતા લોકોને કોણ અટકાવશે ??

    ભરત શાહ, નર્મદા : 


    રાજપીપળા પાસે આવેલા કરજણ ડેમ પર સુરક્ષા ને લઈ વારંવાર સવાલ ઉઠે છે, જેમાં ખાસ જોઈએ તો ત્યાં ચેતવણી ના બોર્ડ લાગવા છતાં લોકો ની આવન જાવન જોવા મળે છે છતાં ત્યાં તંત્ર દ્વારા કોઈજ તકેદારી લેવાઈ હોય તેમ જોવા મળ્યું નથી.
    ડેમના ત્રણ ગેટ બંધ કર્યા બાદ ત્યાં સોમવારે સાંજે કેટલાક લોકો ડેમના પાણીમાં બિન્દાસ મચ્છી મારતા જોવા મળ્યા હતા આવા સંજોગોમા કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ કહેવાય, આમ તો થોડા દિવસ પહેલા લોકો ને ડેમ પર આવન જાવન મુદે ડેમના મુખ્ય ઇજનેર એ ત્યાં અમારા ગાર્ડ ઊભા રહે છે પરંતુ હમણાં આમ તેમ હશે હું તપાસ કરું છું કહી લૂલો બચાવ કર્યો હતો અને હવે તો ત્યાં મચ્છી મારતા દૃશ્યો જોવા મળતા સિકયુરિટી બાબતે સવાલ ઉઠ્યા છે.


    રાજપીપળા પાસેના કરજણ ડેમ પર પહેલેથી ચેતવણી ના બોર્ડ લગાડ્યા છે અને સમયાંતરે ડેમ માં ઓછું વત્તુ પાણી પણ છોડવામાં આવે છે હાલ માં પણ ભારે વરસાદ ના કારણે રુલ લેવલ જાળવવા ત્રણ ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું હતું, આ ડેમ પર ચેતવણી ના બોર્ડ હોવા છતાં શનિવાર અને રવિવાર ની રજા માં ડેમ ની આસપાસ અને અંદર ના ભાગે લોકો ફરતા જોવા મળી રહ્યા છે અને સોમવાર એ કેટલાક લોકો ડેમમાં દરવાજા નજીક જ પાણી માં મચ્છી પકડતા જોવા મળ્યા તો તંત્ર દ્વારા લગાવવામાં આવેલા બોર્ડ નું ઉલ્લંઘન થતું હોય તેમ છતાં કોઈજ જોનાર નથી..? તો શું અહીંયા રજાના દિવસોમાં કે આવી સ્થિતિમાં કોઈ બંદોબસ્ત ગોઠવવામાં આવતો નથી..?

    થોડા સમય પહેલા અમે ડેમ ના મુખ્યુ ઇજનેર દૃષ્ટિબેન શાહ સાથે આ મુદ્દે વાત કરી હતી તો તેમણે જણાવ્યું હતું કે ત્યાં અમારી અલગ સિકયુરિટી મૂકેલી છે પોલીસ બંદોબસ્ત નથી પરંતુ ક્યારેક અમારા સિકયુરિટી આમ તેમ હોય તો લોકો ઘુસી જતા હોય અને હવે ચોમાસુ આવનાર છે તેવા સંજોગોમા ડેમ કે તેની આસપાસ લોકો ફરે એ જોખમી છે માટે આ બાબતે હું અમારા સિકયુરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે વાત કરી ત્યાં કડક બંદોબસ્ત મૂકવા તજવીજ હાથ ધરીશ.


    જોકે ડેમ ના મુખ્ય ઇજનેર ની આ વાત બાદ હાલ લુલી પુરવાર થઈ રહી છે કેમ કે લોકો ફરતા હોય એ વાત માં ઇજનેરે બચાવ કર્યો પરંતુ હવે તો ત્યાં લોકો મચ્છી પકડતા હોય તો સિકયુરિટી ના ધજાગરા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    પ્રતિબંધ હોવા છતાં બિન્દાસ મચ્છી મારી કરતા લોકોને કોણ અટકાવશે ?? | Yug Abhiyaan Times