નેત્રંગ-અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણની કામગીરીમાં ગોચાચારીથી હોબાળો, રસ્તા રોકો આંદોલન
કોંગ્રેસી કાયઁકરોને પોલીસે ડિટેઇન કરતાં હોબાળો, ટ્રાફિકજામ ના દ્રશ્યો જોવા મળ્યા
Updated : June 30, 2025 04:31 pm IST
Bhagesh Pawarભરત શાહ, નર્મદા :
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણની કામગીરી હાલ પ્રગતિમાં છે. પરંતુ સામાન્ય વરસાદમાં રસ્તા ઉપર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. રસ્તાનું ભારે ધોવાણ થતાં રસ્તાના નવીનીકરણની કામગીરીમાં હલકી કક્ષાનો માલસામાનનો વપરાયો હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે. રસ્તામાં પડેલ ખાડામાં વરસાદી પાણી ભરાઇ રહેતા વાહન ચાલકોને ખ્યાલ રહેતો નથી. વાહન ચાલકોની મામુલી ગફલત માં અકસ્માતની ઘટના બને છે. માગઁ-મકાન વિભાગના જવાબદાર અધિકારી પાસે સમારકામની કામગીરી કરવાની ફુરસત નથી. તેવા સંજોગોમાં નેત્રંગ કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ અને કોંગ્રેસ ના કાયઁકરોએ નેત્રંગ ચાર રસ્તા ઉપર રસ્તામાં પડેલ ખાડાનું સમારકામ અને રસ્તાનું કામ કરનાર એજન્સી અને માગઁ-મકાન વિભાગના અધીકારી સામે પોલીસ ફરીયાદની માંગ સાથે આંદોલન કયુઁ હતું. જેમાં નેત્રંગ ચાર રસ્તા ઉપર ચારેય બાજુ ટ્રાફિકજામ થયો હતો.નેત્રંગ પોલીસે કોંગ્રેસી કાયઁકરોને ટીંગા ટોળી કરીને ડિટેઇન કરતાં આખરે મામલો શાંત પડ્યો હતો.

અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ, નદીમાં ફેંકાયો દારૂ નો જથ્થો, પોલીસ મૌન!
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?
વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન
કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ
મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેતી વિવિધ પ્રતિકૃતિ દર્શાવામાં આવશે

