Saturday, August 2, 2025 3:53 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    નર્મદા જિલ્લામાં ઘર માં કરંટ લાગતા અને ડેમના પાણીમાં ડૂબી જતા બે વ્યક્તિઓ ના મોત

    Updated : July 03, 2025 01:21 pm IST

    Sushil Pardeshi
    નર્મદા જિલ્લામાં ઘર માં કરંટ લાગતા અને ડેમના પાણીમાં ડૂબી જતા બે વ્યક્તિઓ ના મોત

    ભરત શાહ, નર્મદા : 


    નર્મદા જિલ્લામાં ઘરમાં કરંટ લાગવાથી એક વ્યક્તિ નું મોત થયું છે જ્યારે બીજી ઘટના માં પાણી માં ડૂબી જતા બીજા વ્યક્તિ નું મોત થયો હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના જામની ગામમાં બનેલી ઘટના માં સુરેશભાઈ મગનભાઈ વસાવા ઉ.વ. આ.૩૮ રહે.જામની મોટુ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓને શૈલેષભાઈ પ્રભુભાઈ વસાવા નાઓના ઘરમાં ઇલેક્ટ્રીક વાયર તુટેલ હોય જે બાંધવા જતા તેમને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. જ્યારે બીજી ઘટના ગરુડેશ્વર તાલુકા માં બની જેમાં મરનાર દલસુખભાઈ ગોરધનભાઈ વાઘેલા ઉ.વ.આ.૪૨. નાઓ ગઇ તા. ૩૦/૦૬/૨૦૨૫ ના રોજ બપોરના એક વાગે કોઇને કહ્યા વગર પોતાના ઘરેથી ક્યાક જતા રહેલ ત્યારબાદ તેમની શોધખોળ કરતા ગભાણા બ્રીજ નીચે ડેમના પાણીમા કોઇ કારણસર નદીમાં પડી ડુબી જવાથી મોત થતા પોલીસે નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.