કાશ્મીરમાં ભારતીય સેનાનું ઓપરેશન મહાદેવ, ત્રણ આતંકવાદીઓ ઠાર
Updated : July 28, 2025 03:14 pm IST
Bhagesh pawar
પહલગામ આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકવાદી સંગઠનના આતંકીઓ ઠાર થયા હોવાના અહેવાલ મળ્યા છે. શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ટીઆરએફના ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ અથડામણમાં ઠાર થયા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફનું આ સંયુક્ત ઓપરેશન હજી ચાલુ છે. આ ઓપરેશનને "ઓપરેશન મહાદેવ" નામ આપવામાં આવ્યું છે. લિડવાસ વિસ્તારમાં હજુ વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. દાછીગામ જંગલના ઉપલા ભાગમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ક્ષેત્ર શ્રીનગરને ત્રાલ સાથે જોડે છે. જેે શ્રીનગરની બહારનો વિસ્તાર છે. સુરક્ષાદળોએ સ્થાનિકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.
પહલગામ આતંકી હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી. લશ્કર-એ-તૈયબાના આ આતંકી જૂથના અમુક આતંકવાદીઓનું દાછીગામ નેશનલ પાર્ક મુખ્ય ઠેકાણું ગણાય છે. જ્યાં સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે ઓપરેશન મહાદેવ હાથ ધર્યું છે. કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ બૈસરન ખીણ પર ટીઆરએફના આતંકવાદીઓએ ધર્મ પૂછી 26 નિર્દોષોની હત્યા કરી હતી. ત્યારબાદથી ભારત અને આતંકવાદીઓને આશરો આપી રહેલા પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો.
ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. 'ઓપરેશન મહાદેવ' આજે સવારે 11 વાગ્યે શરૂ થયુ હતું. સર્વેલન્સ માટે ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ આતંકવાદી જૂથના વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા સાથે મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું
છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણનનાં નામની જાહેરાત

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી...

દેશની રક્ષા કરતા જવાનો માટે બહેનોએ મોકલી 65,000 રાખડી

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
