Updated : August 15, 2025 01:27 pm IST
Sushil Pardeshiવડોદરા શહેરના ગોત્રી વિસ્તારમા કાર્યરત સેવાભાવી યુવકોના જય માતાજી ગ્રુપ દ્વારા અનોખી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી. આ ગ્રુપ દ્વારા તેમની ફોરવીલર કારને ભારતના તિરંગા ના રંગ પ્રમાણે ફૂલોથી શણગારવામાં આવી હતી. આ સમગ્ર આયોજન અબ્દુલ ઘાંચીના માર્ગદર્શન હેઠળ જય માતાજી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ અગાઉ અબ્દુલ ઘાંચી દ્વારા આ રીતે તેમની રીક્ષા શણગારવામાં આવતી હતી.

આ કરીને શણગારવા 100 કિલો થી વધુ ફૂલોનો ઉપયોગ કરાયો છે. જેનો ખર્ચ અબ્દુલ ઘાંચી એ ઉપાડ્યો છે. લગભગ સાત કલાકની મેહનત બાદ આ ગાડીનો શણગાર પૂર્ણ થયો હતો. સંપૂર્ણ ગાડી તિરંગા રૂપે ફૂલો થી સજ્જ ને ગાડીની ઉપર રાષ્ટ્રીય પક્ષી મોર સાથે લહેરાતા ત્રિરંગા સાથે આજે સ્વતંત્રતા દિને આ ગાડી વડોદરાના રાજમાર્ગો પર નીકળી હતી ત્યારે ભારે આકર્ષણ જમાવ્યું હતું. પહેલા રીક્ષા નું શણગાર કરતા હતા આ વર્ષે ગાડી પર ફૂલો થી લખાયેલ ભારત માઁ , I love India દેશવાસીઓને એક સંદેશ આપતું હોય તેવો દેશભક્તિ નો માહોલ સર્જાયો હતો.

મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ