ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડમાં ઇતિહાસ રચ્યો : બર્મિંગહામ ટેસ્ટમાં 336 રનથી વિજય
Updated : July 06, 2025 10:31 pm IST
Bhagesh Pawar
ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં ભારતનો પ્રથમ વખત વિજય થયો.
કેપ્ટન શુભમન ગિલે 430 રન બનાવ્યા.
આકાશદીપે 10 વિકેટ - સિરાજે 7 વિકેટ ઝડપી.
ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડ ની ટીમને 336 રને હરાવ્યુ છે. આ સાથે જ ટેસ્ટ સિરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ છે.
608 રનનો પહાડ જેટલો લક્ષ્યાંક ચેઝ કરતા ઇંગ્લેન્ડની ટીમ મેચના છેલ્લા દિવસે 271 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 58 વર્ષમાં બર્મિંગહામમાં પોતાનો પહેલો વિજય મેળવ્યો છે. અગાઉ, અહીં રમાયેલી 8 ટેસ્ટ મેચોમાં ભારત સાત મેચમાં હાર્યું હતું અને 1 મેચ ડ્રો રહી હતી.
ભારતે ટોસ હારતા પહેલી બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 587 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન શુભમન ગીલે 269 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં, ઇંગ્લેન્ડ ની ટીમ 407 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ભારતને 180 લીડ મળી હતી. ત્રીજી ઇનિંગમાં ભારતે ફરી એકવાર શુભમન ગીલની સદીની મદદથી 427 રન બનાવી પોતાની લીંક ડિકલેર કરી હતી. અને ઇંગ્લેન્ડને 608 રનનો પહાડ જેટલો લક્ષ્યાંક ખડકી દીધો હતો.
ચોથી ઈનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 271 રન બનાવી પેવેલીયન ભેગી થઈ ગઈ હતી. જેમાં આકાશદીપે સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી અને આ સાથે જ ભારતે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં પોતાની ઐતિહાસિક જીત નોંધાવી છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?

ભારત - ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ મેચ ડ્રો : એક જ ઇનિંગમાં 3 સદી

એશિયા કપનું શેડ્યૂલ જાહેર: પ્રથમ વખત 8 ટીમો ભાગ લેશે

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
