કરો યા મરો ની સ્થિતિ : માન્ચેસ્ટરમાં એક પણ ટેસ્ટ મેચ નથી જીત્યું ભારત
Updated : July 20, 2025 02:35 pm IST
Bhagesh pawar
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 જુલાઈથી શરૂ થશે. આ મેચ માન્ચેસ્ટર નાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. આ મુકાબલો ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
ભારતીય ટીમ માટે કરો યા મરો ની સ્થિતિ
અત્યાર સુધીમાં રમાયેલ ત્રણ મેચોમાં ઇંગ્લેન્ડ બે મેચ અને ભારત એક મેચ જીત્યું છે. આ શ્રેણી જીતવા માટે બાકી રહેલ બંને મેચોમાં ભારતીય ટીમે જીતવું જરૂરી છે. 23 જુલાઈ થી શરૂ થનારી ટેસ્ટ મેચમાં જો ભારતીય ટીમનો પરાજય થશે તો એન્ડરસન તેંડુલકર ટ્રોફી પર ઇંગ્લેન્ડ ટીમનો કબજો થશે. જેથી આગામી રમાનાર મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો ની સ્થિતિ સમાન રહેશે.
ભારત એક પણ મેચ નથી જીત્યું
અત્યાર સુધી માન્ચેસ્ટર નાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત 9 ટેસ્ટ મેચો રમી ચૂક્યું છે અને એક પણ મેચ જીતી શક્યું નથી. એનો સીધો મતલબ છે કે આ મેચ માં જીત મેળવીને ભારતીય ટીમ માન્ચેસ્ટર નાં મેદાન નો અત્યાર સુધીનો રેકોર્ડ બદલી શકે છે. યુવા કપ્તાન સુભમન ગીલની આગેવાનીમાં ભારતીય ટીમ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. અત્યાર સુધીની આ શ્રેણીમાં હારેલ બંને મેચોમાં ભારતીય ટીમ જીત મેળવી શકતી હતી પરંતુ અમુક ભૂલોને કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
માન્ચેસ્ટરમાં ભારતનો રેકોર્ડ
વર્ષ - પરિણામ
1936 - ડ્રો
1946 - ડ્રો
1952 - હાર
1959 - હાર
1971 - ડ્રો
1974 - હાર
1982 - ડ્રો
1990 - ડ્રો
2014 - હાર
2025 - ??

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?

ભારત - ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ મેચ ડ્રો : એક જ ઇનિંગમાં 3 સદી

એશિયા કપનું શેડ્યૂલ જાહેર: પ્રથમ વખત 8 ટીમો ભાગ લેશે

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
