Updated : July 01, 2025 03:29 pm IST
Bhagesh Pawarવિમલ સોંદરવા, ધોરાજી
તાજેતરમાં વિસાવદર ખાતે યોજાયેલ પેટા ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપના મામલે પૈસાની લેતી દેતીના મામલે આમ આદમી પાર્ટી ના નેતાઓ દ્વારા કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પર આર્થિક બાબતોને લઈ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઇ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા સામે 10 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરતા રાજકારણ ગરમાયું છે.
લલિત વસોયાએ પોતાના એડવોકેટ દિનેશભાઈ વોરા મારફતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ગોરધનભાઈ ઇટાલીયા સામે 10 કરોડની બદનક્ષી નો દાવો કરતી નોટિસ પાઠવી હતી.
નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય વસોયા ને વિસાવદર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારક તરીકે જવાબદારી મળી હતી.
જેને લઇ લલિત વસોયા વિસાવદર ખાતેની સાયોના હોટલમાં રોકાયા હતા જેમાં આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આ જ હોટલમાં રોકાયેલ હતા. નોટિસમાં જણાવેલ કે ચૂંટણી દરમિયાન પ્રચાર કાર્ય ચાલતું હોય ત્યારે ચૂંટણી જીતવા માટે ધારાસભ્ય લલિત વસોયા ની છબી ખરડાઈ અને તેમની વ્યક્તિગત નુકસાન થાય તેમની માનહાની થાય તે પ્રકારે સ્ટિંગ ઓપરેશન કરી અન્ય પક્ષના કાર્યકર્તા ને રૂપિયા આપવામાં આવે છે. તેવા ખોટા સ્ટંટ કરી છબી ખરડાઈ તેમજ કોઈ પણ પુરાવા વિના વ્યક્તિ ગત માનહાની અને નુકશાન થયેલ છે.
ચૂંટણી માં કુપ્રચાર કરી છબી ખરડી
પુરાવા ન હોવા છતાં તરકટ ઉભુ કરી પુરાવા વિના સોશિયલ મીડિયા, તેમજ ન્યૂઝ ચેનલ, પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધિ કરાવી નુકશાન પહોંચાડી માનહાની કરવા બદલ દસ કરોડ રૂપિયાનો દાવો કરાયો છે.
નોટિસ બાદ કોર્ટમાં કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવશે.
વર્તમાન ધારાસભ્ય સામે પૂર્વ ધારાસભ્ય એ કરેલા દસ કરોડ ના બદનક્ષી ના દાવાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ