Updated : August 07, 2025 11:38 am IST
Sushil Pardeshiહૃદય કંપાવી દે તેવી આ ઘટના અમરેલીમાં બની છે. અમરેલીમાં જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલ બાયોકોલ ફેક્ટરી પાસે બે વર્ષના માસુમ બાળક પર રખડતા શ્વાને હિચકારો હુમલો કર્યો હતો. શાંતિથી બેઠેલું શ્વાન અચાનક જ રમી રહેલા 2 વર્ષના બાળક પર હુમલો કરે છે. તેને મોઢાથી પકડીને દોડી જાય છે. દરમ્યાન બાળકની ચીસાચીસથી બાળકના પિતા દોડી આવે છે. ત્યારબાદ તેમને દોટ મુકી અને શ્વાનના મુખમાંથી પોતાના બાળકને બચાવી લે છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
જશવંતગઢથી રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસેની આ ઘટના છે. રખડતા શ્વાને 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકું ભરી મોઢે થી ઉઠાવી ભાગે છે. જે દરમ્યાન બાળકે ચીસાચીસ કરતા પિતા બહાર આવી પહોંચ્યા હતા. ત્યારે હાથમા પાવડો લઈને શ્વાનની પાછળ દોડ્યા હતા. જેના પગલે શ્વાન ડરીને બાળકને છોડીને ભાગી ગયુ હતુ.

આ ઘટનામાં બાળકને શ્વાને બચકું ભરતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. એક પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યું હતું. જો પિતા થોડી મિનિટો પણ મોડા પડ્યા હોત, તો કંઈ પણ અઘટિત ઘટના ઘટી શકી બની હોત. રખડતાં શ્વાન કેટલી હદે બાળકો માટે જોખમી બની રહ્યા છે, તેનું આ ઉદાહરણ છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ