Monday, October 6, 2025 11:37 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    SOG ના ભરૂચ શહેર સીટી સેન્ટરથી ગામ સુધી સઘન દરોડા ₹1.33 લાખ ની ઇ-સિગારેટ જપ્ત સાથે બે ઝડપાયા

    SOG ના ભરૂચ શહેર સીટી સેન્ટરથી ગામ સુધી સઘન દરોડા ₹1.33 લાખ ની ઇ-સિગારેટ જપ્ત સાથે બે ઝડપાયા

    Updated : August 24, 2025 06:43 pm IST

    Jitendrasingh rajput
    SOG ના ભરૂચ શહેર સીટી સેન્ટરથી ગામ સુધી સઘન દરોડા  ₹1.33 લાખ ની ઇ-સિગારેટ જપ્ત સાથે બે ઝડપાયા

    ભરૂચ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઇ-સિગારેટના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સીટી સેન્ટર તથા નબીપુર નજીકના સીતપોણ ગામે દરોડા પાડી કુલ ₹1.33 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.


    પ્રથમ કાર્યવાહી ભરૂચ શહેરના સીટી સેન્ટરમાં કરવામાં આવી હતી. "ક્રેજી બાઇટ" નામની દુકાનમાં રૈયાન પટેલ દ્વારા વિદેશી ઈ-સિગારેટ ગેરકાયદેસર રીતે વેચાતા હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 10 નંગ ઇ-સિગારેટ, કુલ કિંમત ₹35,000 નો જથ્થો મળી આવ્યો. આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીતપોણ ગામે રહેણાંક મકાનમાંથી 47 ઇ-સિગારેટ તથા રિફિલ પકડાઈ.


    બીજી કાર્યવાહી સીતપોણ ગામ (ટંકારીયા રોડ) ખાતે ઈમરાન આદમ પટેલના મકાનમાં કરવામાં આવી. ત્યાંથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની 47 ઇ-સિગારેટ, ફ્લેવર રિફિલ્સ અને મોબાઈલ ફોન મળી કુલ ₹98,000 નો મુદ્દામાલ કબ્જે કરાયો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.


    કુલ મળેલ મુદ્દામાલ કુલ ઇ-સિગારેટ: 57 નંગથી વધુ કુલ કિંમત: ₹1,33,000 ધરપકડશુદા આરોપીઓ: 2 સરકારના પ્રતિબંધ છતાં કાયદા તોડવાનો પ્રયાસ ભારત સરકારે વર્ષ 2019થી ઇ-સિગારેટના વેચાણ, ઉત્પાદનમાં કડક પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતાં નફાખોરી માટે કેટલાક તત્વો આ પ્રવૃત્તિ ચાલુ રાખી યુવાધનના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. SOG દ્વારા આગામી દિવસોમાં વધુ કાર્યવાહી સંભવ SOGના અધિકારીઓએ જણાવ્યું કે આવા ગેરકાયદેસર વેપારીઓ સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે. 

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.