Sunday, August 3, 2025 2:44 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ભરૂચ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં લાગી ભીષણ આગ

    Updated : July 31, 2025 02:40 pm IST

    Sushil pardeshi
    ભરૂચ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં લાગી ભીષણ આગ

    વિરલ ગોહિલ, ભરૂચ

    ભરૂચના ભોલાવ ખાતે આવેલા એસટી ડેપોના વર્કશોપમાં ગુરુવારે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. વર્કશોપના ટાયર ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી. આ વર્કશોપમાં ટાયર સાથે કાટમાળ માં આગ લગતા આગે જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઈને ધુમાડામાં ગોટેગોટા આસમાન સુધી પહોંચ્યા હતા.



    પ્રાપ્ત વિગતો મુજબ, શરૂઆતમાં આગે નવા અને જૂના ટાયરોને ચપેટમાં લીધો હતો, અને ટૂંક સમયમાં જ વર્કશોપનો મોટો ભાગ આગમાં ખાખ થઈ ગયો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ચારથી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. જોકે, અહેવાલ લખાતાં સુધી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી.



    મળતી માહિતી માહિતિ મુજબ કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મોટી મત્તા હાની થઈ હોવાની શક્યતા છે. ત્યારે આગના સાચા કારણની તપાસ હાથ ધરાઈ છે. આગ કઈ રીતે લાગી તેની વિગત હજુ બહાર આવી નથી, પરંતુ આગનુ વિકરાળ સ્વરૂપ જોતા લાગી રહ્યું છે કે આ ઘટના એસટી વિભાગ માટે ગંભીર આર્થિક નુકસાન લાવનારી બની શકે છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ભરૂચ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં લાગી ભીષણ આગ | Yug Abhiyaan Times