Updated : August 21, 2025 04:25 pm IST
Jitendrasingh Rajputરાજપીપળા નગરપાલિકા માં ત્રણેક મહિનાથી મુખ્ય અધિકારી ની જગ્યા ખાલી હોય અનેક કામો અટવાઈ રહ્યા છે, જોકે હાલ માં ભરૂચ ના મુખ્ય અધિકારી ને રાજપીપળા નગરપાલિકા નો ચાર્જ સોંપાયો છે.પરંતુ એમને પણ બે નગરપાલિકા સાચવવાની હોય યોગ્ય સમય આપી નહીં શકે એ સ્વાભાવિક છે.
રાજપીપળા નગરપાલિકા માં અગાઉ રાહુલ ઢોડીયા મુખ્ય અધિકારી તરીકે હતા પરંતુ એમની ત્રણેક મહિના પર બદલી થયા બાદ રેગ્યુલર માં કોઈજ મુખ્ય અધિકારી મુકાયા નથી જોકે હાલ માં ભરૂચ ના મુખ્ય અધિકારી ને રાજપીપળા નગરપાલિકા નો ચાર્જ આપ્યો છે પરંતુ તેઓ ને બે પાલિકા સંભાળવી પડે તો રાજપીપળા માં પૂરતું ધ્યાન નહીં આપી શકે એ બાબત સ્વાભાવિક છે. હાલ કર્મચારીઓના પગાર સહિત અનેક બાબતો માં મુખ્ય અધિકારી ની સહી ની જરૂર પડતી હોય તેવામાં જો રેગ્યુલર અધિકારી મુકાઈ તો સરળતા રહે પરંતુ સરકાર માંથી રાજપીપળા નગરપાલિકા માં ત્રણ મહિના થી આ જગ્યા પર કોઈજ રેગ્યુલર નિમણૂક નહીં થતા પાલિકા ના બધા કામો ટલ્લે ચઢે છે માટે રાજપીપળા નગરપાલિકા માં રેગ્યુલર ચીફ ઓફિસર મુકાઈ તેવી લોકમાંગ છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ