Updated : August 24, 2025 06:20 pm IST
Jitendrasingh Rajputભરૂચથી જંબુસર જતી એસ.ટી. બસોમાં વિદ્યાર્થીઓ,નોકરીયાતો અને વેપારીઓની હાલત દયનીય બની ગઈ છે. દરરોજ ભીડભરી બસોમાં ગામોના વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકી 40 થી 50 કિમીનો પ્રવાસ કરે છે જાણે વિકાસના નામે જિંદગી સાથેનો ખેલ ચાલી રહ્યો હોય! અનિયમિત બસો, ઓછી ફાળવણી અને વધતી ભીડ છતાં વિભાગના અધિકારીઓ ગાઢ અને તંત્ર સુખની ઊંઘમાં છે.
લોકોના જીવ જોખમમાં છે, પણ તંત્રના કાન સુધી કોઈ અવાજ પહોંચતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર થી ભરૂચ જતી બસો જે જંબુસર થી ફૂલ ભરાઈને આવે છે જેથી આમોદ ના મુસાફરોને ભરૂચ સુધી ઉભા ઉભા મુસાફરી કડવી પડે છે. આમોદ થી અભ્યાસ નોકરી ધંધા જવાના સમયે જો બે થી ત્રણ બસની વધારાની ફાળવણી વ્યવસ્થા કરવામાં આવે તો આમોદના લોકોને ભારે હાલાકી માંથી છુટકારો મળી શકે તેમ છે.
જ્યારે ભરૂચ થી આવતી બસોમાં વિદ્યાર્થીઓ મુસાફરો અને નોકરી ધંધે અર્થે જતા લોકો માટે બસોની ફાળવણી ઓછી હોય અને પેસેન્જર ની સંખ્યા વધારે હોય જેથી સાંજના સમયે બે બસ વધારે ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચ ડેપો માંથી અને બાયપાસ થી પણ જંબુસર માટે અલગ બસની ફાળવણી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે..
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ